Site icon Revoi.in

રેલયાત્રા થઈ શકે છે મોંઘી – સરકાર યુઝર ડેવલપમેન્ટ ફીમાં કરી શકે છે વધારો

Social Share

નવી દિલ્લી: દેશમાં રેલ યાત્રા વધુ મોંધી બનશે. સરકાર ટૂંક સમયમાં યુઝર ડેવલપમેન્ટ ફી એટલે કે યુડીએફમાં વધારો કરવા જઈ રહી છે. આ વધારાને આવતા મહિને કેબિનેટ દ્વારા મંજૂરી મળી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હવે યુઝર ડેવલપમેન્ટ ફી 10 રૂપિયાથી લઈને 35 રૂપિયા સુધીની થઇ શકે છે. અલગ –અલગ કેટેગરીમાં વિવિધ યુઝર્સ ફી લાગુ પડશે. આ યુડીએફ પ્રાઇવેટ સ્ટેશનથી મુસાફરી કરવા પર જ મુસાફરો માટે લાગુ પડશે.

સૂત્રોનું કહેવું છે કે યુડીએફને પાંચ કેટેગરીમાં લાગુ કરી શકાય છે. AC 1 પર 35-40 રૂપિયા, AC 2 પર 30 રૂપિયા, AC 3 પર 25 – 30 અને સ્લીપર પર 10 રૂપિયા ચાર્જ લાગશે.

સરકાર દેશના મોટા સ્ટેશનોને આધુનિક અને વિશ્વકક્ષાના બનાવવા માટે પીપીપી મોડેલ પર કામ કરી રહી છે. આ અંતર્ગત સ્ટેશન ફરીથી વિકાસ પ્રોજેક્ટ હેઠળ સ્ટેશનને પ્રાઇવેટ હાથમાં સોંપવામાં આવશે. જ્યાં તે પછી સ્ટેશનને આધુનિક અને તમામ પેસેન્જર સુવિધાઓ સાથે ફરીથી વિકસિત કરવામાં આવશે. તેના બદલામાં રેલવે પ્રાઇવેટ પ્લેયર માટે કમાણી માટે નવી તકો પ્રદાન કરશે. તેમાં યુઝર્સ ડેવલોપમેન્ટ ફી શામેલ છે

સરકારે નવી દિલ્હી, મુંબઇ સીએસટી, જયપુર, નાગપુર, અમદાવાદ, હબીબગંજ, ચેન્નાઈ, અમૃતસર જેવા અનેક સ્ટેશનોનો આ યાદીમાં સમાવેશ કર્યો છે. એવામાં, જો તમે આ રેલવે સ્ટેશનોમાંથી મુસાફરી કરવા જાઓ છો, તો તમારે આ યુડીએફ ચૂકવવું પડશે. ગયા વર્ષે નવેમ્બરના રોજ સરકારે પ્રાઇવેટ સ્ટેશનો માટે આરએફક્યુ મંગાવ્યા હતા.

_Devanshi