Site icon Revoi.in

મોદી કેબિનેટની ખેડૂતોને ભેટ – રવિ પાક પર MSP વધારાને આપી મંજુરી  

Social Share

મોદી સરકાર દ્રારા લોકસભા બાદ  રાજ્યસભામાં ખેડૂતોને લગતા બિલ પાસ કરવામાં આવી ચૂક્યા છે,ત્યારે હવે સુત્રો પાસેથી માહિતી મળી રહી છે કે,મોદી કેબિનેટ દ્વારા રવિ પાક માટે એમએસપી પર વધારાને મંજુરી આપવામાં આવી છે,જેને લઈને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર નિવેદન આપનાર છે.

દેશમાં ખેડુતોને લગતા બિલ અંગે ઘણો હંગામો થઈ રહેલો જોવા મળ્યો હતો, આ સમગ્ર બાબત વચ્ચે હવે સૂત્રોનું કહેવું છે કે, કેન્દ્ર સરકારે રવિ પાક પર લઘુતમ ટેકાના ભાવ એટલે કે, એસએસપીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે બીજી તરફ દેશના ઘણા વિસ્તારોમાં એમએસપી વિશે વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે ખેડુતો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કૃષિ ક્ષેત્રને લગતા બીલોમાં ખેડુતો એમ.એસ.પી.ના મુદ્દે રોષે ભરાયા છે. જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જાહેર કર્યું છે કે, એમએસપીની વ્યવસ્થા ચાલુ રહેશે. પાકની સરકારી ખરીદી ચાલુ જ રહેશે.તેમ છતાં પણ દેશમાં ખેડૂતોના પ્રદર્શન ચાલી જ રહ્યા છે.

 ઉલ્લેખનીય છે કે, નવા બિલમાં ખેડૂતોને ગમે ત્યાં તેમના ખેતરના પાકને વેચવાની છૂટ આપવામાં આવી છે. આ નિર્ણયથી મંડીઓમાં ખુબ જ ભારે અસર થશે. જોકે પંજાબ અને હરિયાણામાં મંડીઓનું નેટવર્ક વધુ છે, તેથી આ રાજ્યોમાં ખેડૂત સંગઠનોનો રોષ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. ખેડૂતોની સામે લઘુતમ ટેકાના ભાવ અંગે પણ મૂંઝવણ છે, જેના પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.

સાહીન-