Site icon hindi.revoi.in

એમજે અકબરે પ્રિયા રમાણીના તમામ આરોપોનો કર્યો ઇન્કાર, આગામી સુનાવણી 6 જુલાઈએ

Social Share

યૌન શોષણના આરોપમાં ઘેરાયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબર તરફથી પત્રકાર પ્રિયા રમાણી વિરુદ્ધ દાખલ આપરાધિક માનહાનિ મામલામાં દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં આજે સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન અકબરે 1993માં ઓબેરોય હોટલમાં પત્રકાર પ્રિયા રમાણી સાથે નોકરી બાબતે મુલાકાત કરી હોવાની વાતનો ઇન્કાર કરી દીધો. હવે આ મામલે આગામી સુનાવણી 6 જુલાઈના રોજ થશે.

ઉલ્લેખનીય છે કે રમાણીએ ‘મી ટુ અભિયાન’ હેઠળ અકબર પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે આ ઘટના 20 વર્ષ પહેલાની છે, જ્યારે અકબર પત્રકાર હતા. જોકે, અકબરે આ આરોપનો ઇન્કાર કર્યો છે. અકબરે આ પછી ગયા વર્ષે 17 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

અકબરે રમાણી વિરુદ્ધ નોંધાવ્યો હતો મામલો

એમજે અકબરે પત્રકાર પ્રિયા રમાણી વિરુદ્ધ ગયા વર્ષે પટિયાલા હાઉસકોર્ટમાં આપરાધિક માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. તેમણે માનહાનિ સાથે જોડાયેલી આઇપીસીની કલમ 499 અને 500 હેઠળ પ્રિયા પર કાર્યવાહીની માંગ કરી છે. તેમાં દોષીને 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે યૌનશોષમના આરોપોથી ફક્ત અકબરની બદનામી જ નથી થઈ પરંતુ વર્ષોની મહેનતથી સ્થાપિત સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી છે.

પત્રકાર પ્રિયા રમાણી દ્વારા અકબર પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યા પછી તેમણે આ મામલો દાખલ કર્યો હતો. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમર વિશાલે અકબરની અરજી પર પ્રિયા રમાણીને સમન પાઠવ્યું.

પ્રિયા રમાણીએ શું કહ્યું

પ્રિયા રમાણીએ ટ્વિટર પર પોતાનું નિવેદન પોસ્ટ કરીને કહ્યું કે ઘણી મહિલાઓએ પોતાની વ્યક્તિગત અને પ્રોફેશનલ જિંદગીનો જોખમમાં નાખીને અકબર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. પ્રિયાએ કહ્યું કે માનહાનિના આરોપો વિરુદ્ધ લડવા માટે તે તૈયાર છે, કારણકે સત્ય અને ફક્ત સત્ય જ તેમનો એકમાત્ર બચાવ છે.

પ્રિયાનું કહેવું છે કે તેમના આરોપોને રાજકીય કાવતરાં સાથે જોડવું દુઃખદ છે. પરંતુ, મારા વિરુદ્ધ આપરાધિક માનહાનિનો કેસ દાખલ કરીને તેમણે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી દીધું. તેઓ ડરાવીને અને ત્રાસ આપીને મહિલાઓને ચૂપ કરવા માંગે છે.

Exit mobile version