Site icon hindi.revoi.in

મિઝોરમમાં લાગુ પડ્યો અઘરો નિયમ, કાર – સ્કૂટરમાં આટલું જ પેટ્રોલ-ડીઝલ ભરી શકાશે

Social Share

નવી દિલ્લી: પેટ્રોલ ડીઝલના ભાવમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. એક તરફ કોરોનાની મહામારીને કારણે લોકોના ઘંધા અને રોજગાર ઠપ્પ છે.. તો બીજી તરફ પેટ્રોલ – ડીઝલમાં ભાવ વધારો લોકોને હેરાન કરી રહ્યો છે.

મિઝોરમ સરકારે મંગળવારે ઈંધણની માત્રા નક્કી કરી નાખી છે. મિઝોરમમાં હવે સ્કૂટરમાં ફક્ત 3 લિટર અને કારમાં 10 લિટર સુધી પેટ્રોલ-ડીઝલ ભરી શકાશે. દરેક પ્રકારના વાહન માટે એક લિમિટ નક્કી કરવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, કોરોના વાયરસના કારણે લોકકાઉન છે અને ટેન્કર સમયસર પહોંચતા નથી. જેના કારણે ત્યાં પેટ્રોલ ડીઝલની કમી વર્તાઈ રહી છે. એ માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પછી મિઝોરમની રાજધાની આઈજોલમાં પેટ્રોલપમ્પ પર લાઈન લાગી ગઈ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્કૂટર માટે 3 લિટર, અન્ય ટુ-વ્હીલર્સ માટે 5 લિટર, કાર, મેક્સી કેબ, મિની ટ્રક માટે 10 લિટર, જિપ્સી માટે 20 લિટરની મંજૂરી આપી છે. તો, ટ્રક અને બસો માટે 100 લિટરની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય પેટ્રોલ પમ્પથી ગેલન કે અન્ય કોઈપણ ચીજોમાં પેટ્રેલ-ડીઝલની ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ચોખા અને અન્ય ખાદ્ય ચીજો વહન કરતા વાહનને ફૂલ ટાંકી ભરવાની છૂટ છે. અધિકારીઓનું કહેવું છે કે, આ વાહનો માલ લઈ જતા હોય છે, તેથી આ નવા નિયમ તેમના માટે લાગુ પડશે નહીં.

_Devanshi

Exit mobile version