Site icon hindi.revoi.in

મતગણતરીના દિવસે હિંસાની શક્યતાને ડામવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ગૃહ મંત્રાલયનું એલર્ટ

Social Share

23મી મેના રોજ સાત તબક્કામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. ગુરુવારે થનારી મતગણતરી પહેલા ભારત સરકારના ગૃહ મંત્રાલય તરફથી રાજ્યોના મુખ્ય સચિવો અને ડીજીપીને કાઉન્ટિંગના અનુસંધાનમાં દેશના વિવિધ વિસ્તારોમાં હિંસાની શક્યતાને લઈને એલર્ટ રહેવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કાયદો અને વ્યવસ્થા, જાહેર શાંતિની જાળવણી માટે તાકીદ કરી છે.

રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને મતગણતરી કેન્દ્રો અને સ્ટ્રોંગરૂમની સુરક્ષાને લઈને પુરતા પગલા ભરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.

હિંસાને ઉત્તેજિત કરવા અને મત ગણતરીના દિવસે વિક્ષેપ ઉભો કરવા માટે વિવિધ ક્વાર્ટરમાં આપવામાં આવેલા નિવેદનોના પગલે આ એક સતર્ક રહેવાની હાકલ છે.

Exit mobile version