- આદિવાસી નેતા કવાસી લખમાએ બાળકોને એક વિચિત્ર સલાહ આપી
- લખમાએ કહ્યુ છે કે મોટા નેતા બનવું છે, તો એસપી-કલેક્ટરના કૉલર પકડો!
છત્તીસગઢના પ્રધાન અને બસ્તરના કદ્દાવર આદિવાસી નેતા કવાસી લખમાએ બાળકોને એક અજીબોગરીબ સલાહ આપી છે. તેમણે બાળકો સાથે તસવીર ખેંચાવતા કહ્યુ છે કે મોટા નેતા બનવું છે, તો એસપ-કલેક્ટરનો કૉલર પકડો.
જે વીડિયોમાં તે આવા પ્રકારની સલાહ આપતા દેખાઈ રહ્યા છે, તે વીડિયો 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસના પ્રસંગનો છે. ત્યારે કવાસી લખમા સુકમા જિલ્લાના પાવારાસમાં સ્કૂલી બાળકોના એક કાર્યક્રમમાં હાજર હતા. ત્યાં તેમણે બાળકોને સંબોધિત કરતા આ વાત કહી હતી.
બાળકોએ પ્રધાનને સવાલ કર્યો કે તમે મોટા નેતા કેવી રીતે, બન્યા, અમારે પણ બનવું છે. ત્યારે બાળકોને તેમણે સલાહ આપી કે જો મોટા નેતા બનવું છે, તો કલેક્ટર-એસપીના કૉલર પકડો.
કવાસી લખમા છત્તીસગઢના પ્રધાન છે અને પોતપોતાના ઉટપટાંગ નિવેદનો માટે પણ ઓળખવામાં આવે છે. છત્તીસગઢના પ્રધાનના નિવેદન વાયરલ થયા બાદ બસ્તરના ભાજપના નેતાએ ઘેરાબંધી શરૂ કરી છે.
ભાજપના નેતા શિવરતન શર્મા અને સંજય પાંડેએ તો ત્યાં સુધી કહી દીધું છે કે ભૂપેશ બઘેલની સરકારે કવાસીને પ્રધાન પદ આપીને વાંદરાના હાથમાં અસ્ત્રો પકડાવ્યો છે. છત્તીસગઢના આ પ્રધાન પોતાના વિવાદીત નિવેદનથી હંમેશા વિવાદોમાં રહે છે.