- પેટ્રોલ કરતા પણ દુધનો ભાવ વધુ
- પાકિસ્તાનમાં મોંઘવારીનો માર
- દરેક ચીજ-વસ્તુઓની કિંમત બે ગણી
- ડીરી માફીયાઓ ગ્રાહકોને લૂટી રહ્યા છે
- મોહર્રમના કારણે દુધની માંગ વધી છે
ઈસ્લામાબાદઃ-પાકિસ્તાનમાં તાજેતરમાં મોંઘવારીએ માજા મુકી છે ,ખાણીપીણી વસ્તુઓના ભાવ પણ સાતમા આસમાને પહોંચ્યા છે, પેટ્રોલ-ડિઝલ કરતા પણ દુધના ભાવ વધારે જોવા મળે છે , એક સામાન્ય વ્યક્તિતો દુધ પણ ન ખરીદી શકે, તેવી સ્થિતિ હાલ પાકિસ્તાનની જોવા મળી રહી છે,વિતેલા મહિનામાં ત્યા પેટ્રોલનો ભાવ 117.83 રુપિયા પ્રતિ લીટર હતો,તો ડિઝલનો ભાવ 132.47 રુપિયા પ્રતિ લીટર હતો, જ્યારે રોજીંદા જીવનમાં વપરાતા દુધના ભાવ પ્રતિ લીટરે 140 રુપિયા છે, જેને જોઈને કહી શકાય કે પેટ્રોલ ડીઝલ કરતા દુધ મોંઘુ થયુ છે.
પાકિસ્તાનમાં રોજબરોજ વપરાતી ચીજવસ્તુના ભાવ સાતમાં આસમાને છે તો બીજી વસ્તોની તો વાત જ શું કરવી,ત્યારે મોહર્રમને લઈને આ ભાવમાં અતિશય વધારો થયો હતો.દેશનું સૌથી મોટુ શહેર ગણાતુ કરાંચી અને સિંધ પ્રાંતમાં દુધની કિંમત 140 રુપિયા સુધી પહોંચી હતી.
પાકિસ્તાન સમાચાર પત્ર એક્સપ્રેસ ન્યૂઝના રિપોર્ટમાં આ જાણકારી આપતા કહેવામાં આવ્યું છે કે,ડેરી માફીયાઓ માહર્રમમાં દુધનું વેચાણ વધુ થવાથી લૂંટફાટ પર ઉતરી આવ્યા છે, અને પોતાની મનમાની કરી રહ્યા છે.કારણ કે મોહર્રમમાં લોકોને વહેચવા માટે ખીર અને દુધનું શરબત બનાવવામાં આવે છે એટલે લોકો ગમેતેટલી મોંધી કિંમતે પણ દુધ તો ખરીદવાના જ, જેનો ફાયદો ડેરી માફીયાઓ ઉઠાવી રહ્યા છે, આમ દુધની વધેલી માંગને કારણે દુધ વેચાણકારોએ ભાવ વધારી દીધા છે.
આ રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે દૂધની દુકાનો હંમેશાં ખુલ્લી રાખવાને બદલે સવારે અને સાંજે થોડા કલાકો માટે ખોલવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, દૂધ મેળવવું મુશ્કેલ છે,રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દૂધના કેટલા બધા વેપારીઓ કહે છે કે તેઓએ દૂધના ભાવમાં વધારો કર્યો નથી.પરંતુ દુધની વધુ માંગને કારણે દુકાનદારો તે વાતનો લાભ ઉઠાવે છે, સિંધ સરકારે કહ્યું કે તેણે આ કેસની નોંધ લીધી છે અને 13 સપ્ટેમ્બરના રોજ ડેરી ફાર્મ માલિકો સાથે બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે,ભારતનો એક રૂપિયો પાકિસ્તાનના 2.18 રૂપિયા બરાબર છે.