- મિલિંદ સોમન નિભાવશે થર્ડ જેન્ડરની ભૂમિકા ?
- મિલિંદ સોમને પોતાનો એક ફોટો કર્યો શેર
- નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે મિલિંદ
- મહિલા જેવો લાગે છે મિલિંદનો અવતાર
અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી’ રિલીઝ થઈ ચુકી છે અને તે દર્શકોમાં ખુબ જ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 9 નવેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી,અને તે ચર્ચાનો વિષય બની રહે છે. આ ફિલ્મ અંગે ઘણા વિવાદ પણ જોવા મળ્યા હતા. ખાસ કરીને ફિલ્મના નામને લઇને ઘણા વિવાદ થયા હતા, ત્યારબાદ મેકર્સએ ફિલ્મનું નામ ‘લક્ષ્મી બોમ્બ’થી બદલીને ‘લક્ષ્મી’ કરી દીધું હતું. આ દરમિયાન એવું લાગે છે કે, મિલિંદ સોમન પણ અક્ષય કુમારની જેમ જ થર્ડ જેન્ડરની ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે.
મિલિંદ સોમને તેમનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે એક મહિલાના પાત્રમાં જોવા મળી રહ્યો છે. ફોટામાં મિલિંદ તેની આંખમાં કાજલ સાથે લાંબા વાળ પહેરી,નાકમાં નથ અને ચહેરા પર ઘણું સિંદુર લગાવેલું જોવા મળી રહ્યું છે. મિલિંદનો આ લુક યુઝર્સમાં ઘણી જીજ્ઞાસા પેદા કરી રહ્યો છે. યુઝર્સ તેમના પર કમેન્ટ કરી રહ્યાં છે અને પૂછે છે કે, તેઓ આ ફોટા દ્વારા શું કહેવા માગે છે. ફોટોમાં એક્ટરનો આ ઇંટેન્સ લુક જોઇને લોકો ખૂબ જ ઈમ્પ્રેસ થઈ રહ્યાં છે.
ફોટો શેર કરતી વખતે મિલિંદ સોમને ટ્વિટ કર્યું છે. જેના દ્વારા તેણે પોતાના નવા પ્રોજેક્ટ વિશે એક હિંટ આપવાનો પ્રયાસ કર્યો છે. એક્ટરે આ ટ્વિટમાં લખ્યું કે, મુંબઇ નજીક આવેલા કર્જતમાં ‘મેં છેલ્લા કેટલાક દિવસો વિતાવ્યા. હવે ચેન્નાઇ જઇ રહ્યો છું. હું જાણું છું કે તે હોળી નથી. પરંતુ જ્યારે તમને એક્ટિંગ કરવાની તક મળે છે, ત્યારે તમને સવાલ પૂછવા માટે સમય અને સ્થળ મળતું નથી.
એક્ટર આ દિવસોમાં તેના ન્યૂડ ફોટાઓના વિવાદને કારણે ચર્ચામાં છે. એક્ટરે હાલમાં પોતાના જન્મદિવસ નિમિત્તે પોતાનો એક ફોટો શેર કર્યો હતો. તેનો આ ફોટો તેની પત્ની અંકિતા કોંવરે ક્લિક કર્યો હતો, જેમાં એક્ટર ન્યૂડ થઈને ગોવાના બીચ પર દોડતો જોવા મળ્યો હતો. આ ફોટાને લઇને ગોવામાં એક્ટર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
_Devanshi