Site icon hindi.revoi.in

અરબ સાગરમાં પડ્યું ભારતીય નૌકાદળનું મિગ -29K વિમાન

Social Share

કેરળ: ભારતીય નૌકાદળનું એક મિગ -29 K વિમાન ગુરુવારે અકસ્માતનો ભોગ બન્યું હતું. ભારતીય નૌકાદળના જણાવ્યા મુજબ ગુરુવારે સાંજે પાંચ વાગ્યે મિગ -29 K વિમાન સાથે અકસ્માત થયો હતો અને વિમાન દરિયામાં પડી ગયું હતું. લડાકુ વિમાનના એક પાઇલટ મળી આવ્યા છે, જ્યારે બીજા પાઇલટની શોધખોળ શરૂ છે

નૌકાદળના જણાવ્યા મુજબ આ ઘટનાની તપાસના આદેશો આપવામાં આવ્યા છે. આ વિમાનનો ઉપયોગ ટ્રેનર વિમાન તરીકે કરવામાં આવી રહ્યો હતો. વિમાનના બીજા પાઇલટને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દરિયાઇ વિસ્તારમાં હવા અને પાણી પર ઓપરેશન ચલાવી પાયલટની શોધખોળ કરવામાં આવી રહી છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં એક ભારતીય નૌકાદળનું મિગ વિમાન ગોવામાં રૂટીન ઉડાન દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. મિગ -29 K વિમાન ગોવાના તટ પર એક ટ્રેનીંગનું આયોજન કરી રહ્યું હતું. ત્યારે વિમાન લગભગ 10.30 વાગ્યે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જયારે વિમાનના પાયલટને બચાવી લેવામાં આવ્યા હતા.

_Devanshi

Exit mobile version