બેંગાલુરુ: જનતાદળ સેક્યુલરના અધ્યક્ષ અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગૌડાએ કહ્યુ છે કે કર્ણાટકમાં કોઈપણ સમયે વચગાળાની ચૂંટણીની શક્યતા છે. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસ જે પ્રકારનો વ્યવહાર કરે છે, તે જનતા જોઈ રહી છે. હું એ કહી શકતો નથી કે આ સરકાર ક્યાં સુધી ટકશે.
દેવેગૌડાએ ક્હયુ છે કે મે કહ્યુ નથી કે આ ગઠબંધન હોવું જોઈએ. હું આ આજે કહી રહ્યો છું અને કાલે પણ કહીશ. તેઓ (કોંગ્રેસ) અમારી પાસે આવ્યા અને કહ્યુ કે તમારા પુત્ર મુખ્યપ્રધાન બનશે, ચાહે જે થઈ જાય. ત્યારે હું એ જાણતો નથી કે તેમના તમામ નેતાઓની વચ્ચે સંમતિ હતી કે નહીં. લોકસભા ચૂંટણી બાદ લાગે છે કે તેમણે (કોંગ્રેસ) પોતાની શક્તિ ગુમાવી દીધી છે.
તેમણે આગળ કહ્યુ છે કે અમારા તરફથી કોઈ ખતરો નથી. મને ખબર નથી કે આ સરકાર ક્યાં સુધી ટકશે. આ કુમારસ્વામીના નહીં, પરંતુ કોંગ્રેસના હાથમાં છે. અમે કેબિનેટમાં અમારું એક સ્થાન પણ તેમને આપ્યું. તેમણે કહ્યુ છે કે બધું અમે કર્યું. ભૂતપૂર્વ વડાપ્રધાને ક્હ્યુ છે કે આમા કોઈ શંકા નથી કે મધ્યાવધિ ચૂંટણી થશે. તેઓ કહે છે કે પાંચ વર્ષ અમને ટેકો આપશે. પરંતુ લોકો તેમના વર્તનને જોઈ રહ્યા છે.
દેવેગૌડાએ કર્ણાટકમાં ગઠબંધનને લઈને પણ મહત્વનો ખુલાસો કર્યો છે. દેવેગૌડાએ કહ્યુ છે કે તે વરિષ્ઠ કોંગ્રેસી નેતા મલ્લિકાર્જૂન ખડગેને મુખ્યપ્રધાન જોવા માંગતા હતા. દેવેગૌડાએ ક્હ્યુ કે હું ગઠબંધન માટે ગુંદરની જેમ હતો.કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કીર્તિ આઝાદ અન અશોક ગહલોતને બેંગાલુરુ મોકલ્યા હતા. અમે ત્રણેયની સાથે બેઠક કરી હતી.
ભૂતપૂર્વ વડાપ્રધાને આગળ કહ્યુ છે કે આની પછી સિદ્ધારામૈયા, મલ્લિકાર્જૂન ખડગે, મુનિયપ્પા અને પરમેશ્વર આવ્યા. મે તેમની સામે કહ્યુ કે ખડગેને મુખ્યપ્રધાન બનાવવામાં આવે. તેના પર ખડગેએ કહ્યુ કે જો કોંગ્રેસ હાઈકમાન્ડ રાજી થશે, તો મને સ્વીકાર છે. દેવેગૌડાએ ક્હ્યુ છે કે મે આઝાદનો ફોન લીધો અને રાહુલ ગાંધીને કહ્યુ કે ખડગેને મુખ્યપ્રધાન બનાવવામાં વે. તેના પછી આઝાદે કહ્યુ કે કોંગ્રેસ હાઈકમાન્ડ કુમારસ્વામીને જ મુખ્યપ્રધાન બનાવવા ચાહે છે. મે તેમની વાતને માની લીધી અને ઘરે ચાલ્યો ગયો.
કર્ણાટકની 224 સદસ્યોવાળી વિધાનસભા માટે ગત વર્ષ ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં કોઈને પૂર્ણ બહુમતી મળી ન હતી. ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે 104 બેઠકો જીતી હતી. તો કોંગ્રેસને 80 અને જેડીએસને 37 બેઠકો મળી હતી. ખંડિત જનાદેશ છતાં ભાજપે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. બી. એસ. યેદિયુરપ્પાએ શપથ લીધા હતા. પરંતુ જ્યારે વાત વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની વાત આવી, તો ભાજપ આમા નિષ્ફળ ગઈ હતી અને સરકાર પડી ગઈ હતી. બાદમાં કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન થયું હતું. કર્ણાટકમાં સરકાર બનાવવા માટે 113 બેઠકોની જરૂરત પડે છે.
કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનમાં ખટપટના અહેવાલ સામાન્ય છે. બંને પાર્ટીઓએ ઘણીવાર એકબીજા પર આરોપ લગાવ્યો છે. તો બંને પાર્ટીઓનો આરોપ છે કે ભાજપ રાજ્યમાં તખ્તાપલટની દરેક શક્ય કોશિશો કરી રહી છે. કેટલાક સમય પહેલા ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો આરોપ પણ લગાવાયો હતો. લોકસભા ચૂંટણી બંને પાર્ટીઓ માટે કોઈ આઘાતથી ઓછી ન હતી. રાજ્યની 28 લોકસભા બેઠકોમાંથી ભાજપને 25 બેઠકો પર જીત મળી હતી. કોંગ્રેસ-જેડીએસ અને અપક્ષ 1-1 બેઠક પર જીતી શકી હતી. કહેવામાં આવે છે કે બંને પાર્ટીઓના કાર્યકર્તાઓ વચ્ચે જમીની સ્તરે કોઓર્ડિનેશન નહીં થવાને કારણે આવી સ્થિતિ પેદા થઈ હતી.
ગુરુવારે દેવેગૌડાએ રાહુલ ગાંધીને કહ્યુ હતુ કે તે કોંગ્રેસ અને જેડીએસના કેટલાક નેતાઓના જાહેર નિવેદનોથી બેહદ દુખી છે. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ બંને પક્ષોના નેતા ખુલીને એકબીજા પર કટાક્ષ કરી રહ્યા છે. જેડીએસના ચીફે કહ્યુ છે કે અપક્ષોને કેબિનેટમાં સ્થાન મળ્યા બાદ તો કોંગ્રેસ-જેડીએસના નેતાઓ વચ્ચે ખટરાગ થવો જોઈતો ન હતો. 13 માસ જૂના ગઠબંધનને વધુ મજબૂતકરવા માટે તાજેતરમાં બે અપક્ષ ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.