- મેક્સિકોના રાષ્ટ્રપતિએ 3 દિવસ રાષ્ટ્રીય શોકની કરી જાહેરાત
- કોવિડથી મૃત્યુ પામેલા લોકો માટે રાષ્ટ્રીય શોકની કરી જાહેરાત
- 31 ઓક્ટોબર, 1 અને 2 નવેમ્બરના રોજ ત્રણ દિવસના શોકનું આયોજન
નવી દિલ્લી: મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રેડોરે કહ્યું કે, કોવિડ -19 થી મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમણે ત્રણ દિવસ રાષ્ટ્રીય શોક જાહેર કરવાની યોજના બનાવી રહ્યા છે.
નવેમ્બરની શરૂઆતમાં મેક્સિકોના પરંપરાગત ડે ઓફ ધ ડેડના કાર્યક્રમોની સાથે કોવિડ -19 થી મૃત્યુ પામેલા લોકોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ સમય દરમિયાન મૃત્યુ પામેલા વ્યક્તિના પરિજન તેમના પ્રિયજનો માટે વેદી બનાવે છે. મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિએ મેક્સિકો સિટીના નેશનલ પેલેસમાં મંગળવારે પોતાની દૈનિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે,’આ મહામારીએ આપણને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું છે,આપણા ઘણા લોકો,પરિચિતો અને મિત્રો મૃત્યુ પામ્યા છે’.
બધા સાર્વજનિક ભવનો પર ધ્વજ અડધા જ ફરકાવામાં આવશે
નોંધપાત્ર વાત એ છે કે, 31 ઓક્ટોબર અને 1 અને 2 નવેમ્બરના રોજ ત્રણ દિવસના શોકનું આયોજન કરવામાં આવશે. તમામ સાર્વજનિક ભવનો પર મેક્સિકોના ધ્વજ અડધા જ લહેરાવામાં આવશે અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં મૃતકો માટે વેદીનું નિર્માણ કરવામાં આવશે,જ્યાં ફક્ત મૃતકોના સંબંધીઓને જ જવાની મંજૂરી છે. અને આ સમય દરમિયાન સ્વચ્છતાના કડક પગલા અમલમાં મૂકવામાં આવશે. મેક્સિકોમાં કોવિડ-19 થી થયેલ મોતનો આંક 89,171 છે,જ્યારે સંક્રમણની સંખ્યા 895,326 છે.
_Devanshi