Site icon hindi.revoi.in

મહેબૂબા મુફ્તીનું દેશદ્રોહી નિવેદન, કહ્યું- પાકિસ્તાને પણ ઇદ માટે પરમાણુ બોમ્બ નથી રાખી મૂક્યા

Social Share

પરમાણુ બોમ્બને લઇને ચૂંટણીન રેલી દરમિયાન આપવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીએ પલટવાર કર્યો છે. મુફ્તીએ પાકિસ્તાનનો પક્ષ લઈને એક દેશદ્રોહી નિવેદન આપતા કહ્યું કે જો ભારતે પરમાણુ બોમ્બ દિવાળી માટે નથી રાખ્યો તો સ્પષ્ટ છે કે પાકિસ્તાને પણ તેમને ઇદ માટે નથી રાખ્યા. મુફ્તી હાલ કેન્દ્ર સરકાર અને ખાસ કરીને પીએમ વિરુદ્ધ કડક તેવર બતાવીને સતત તેમના પર નિશાન સાધી રહી છે.

મહેબૂબાએ વડાપ્રધાન મોદીના નિવેદનના એક દિવસ પછી સોમવારે ટ્વિટ કરીને નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે સમજ નથી પડતી કે આખરે કેમ વડાપ્રધાન મોદી આટલા નીચલા સ્તરે જઈને નિવેદનો આપી રહ્યા છે. તેમણે રાજકીય સ્તરને નીચે પાડવાનું કામ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બાડમેરમાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે ભારતે પણ પરમાણુ બોમ્બ દિવાળી માટે નથી રાખ્યા. પીએમનું આ નિવેદન પાકિસ્તાનની એ ધમકીઓનો જવાબ હતું, જેમાં પાકિસ્તાનના નેતા વારંવાર દિલ્હી પર પરમાણુ હુમલાની વાત કહેતા આવ્યા છે. રેલીમાં પીએમએ કહ્યું હતું કે ભારતે પાકિસ્તાનની ધમકીથી ડરવાની નીતિ છોડી દીધી છે. કેટલીયવાર પાકિસ્તાન પરમાણુ હુમલાની ધમકી આપતું હતું. તો આપણી પાસે જે પરમાણુ બોમ્બ છે તે શું દિવાળી માટે રાખ્યા છે?

પીએમએ રેલીમાં કહ્યું કે આપણે પાકિસ્તાનની બધી ચરબી ઉતારી દીધી, તેને વાડકો લઇને ફરવા માટે મજબૂર કરી દીધું છે. આપણે આતંકીઓના મનમાં ડર ઊભો કર્યો, એ બરાબર કર્યું ને? નહીંતો ગમે ત્યારે ભારતમાં ધમાકો કરી દેતા હતા. વડાપ્રધાને કહ્યું કે આજની પરિસ્થિતિ જુઓ, ભારતે કોઈપણ યુદ્ધ વગર પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને આતંકીઓને ઠાર કર્યા. પાકિસ્તાનમાં આખી દુનિયામાં રડી રહ્યું છે, આખી દુનિયા ભારત સાથે ઊભી છે.

Exit mobile version