1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં મેઘમહેરઃ 101 તાલુકામાં વરસ્યો વરસાદ, જલાલપોરમાં સાડા ચાર ઈંચ
ગુજરાતમાં મેઘમહેરઃ 101 તાલુકામાં વરસ્યો વરસાદ, જલાલપોરમાં સાડા ચાર ઈંચ

ગુજરાતમાં મેઘમહેરઃ 101 તાલુકામાં વરસ્યો વરસાદ, જલાલપોરમાં સાડા ચાર ઈંચ

0
  • 9 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ
  • ઉમરગામ અને ચોર્યાસીમાં સવારથી ભારે વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં મેઘમહેર થઈ હતી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. ત્યારે નવસારીના જલાલપોરમાં સૌથી વધારે સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આજ સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડના ઉમરગામ અને સુરતના ચોર્યાસીમાં આજે સવારે 1.5 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો.

રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન 24 કલાકમાં જલાલપોર ઉપરાંત સુરત સિટીમાં પણ ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ સુરતના ચોર્યાસીમાં પોણા ત્રણ ઇંચ, બોટાદમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં 24 કલાકમાં 9 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. એટલું જ નહીં 17 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતના સુરત સહિતના શહેરો અને નગરોમાં સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ વલસાડના ઉમરગામ અને ચોર્યાસીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.