Site icon hindi.revoi.in

સુરત જીલ્લામાં મેઘ કહેરઃ સૌથી વધુ ઉમરપાડામાં 16 ઈંચ વરસાદ વરસતા જળબંબાકાર

Social Share

 દક્ષિણ ગુજરાતમાં વરસાદે માજા મુકી છે ત્યારે વરસાદના કારણે જનજીવન પર માઠી અસર જોવા મળી છે, સતત બે દિવસથી વરસી રહેલા વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું છે,સુરત જીલ્લાના ઉમરપાડા ગામમાં તો જાણે આભ ફાટ્યું છે, છેલ્લા 24 કલાકમાં આ ગામમાં 16 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.

 ગઈકાલે રાતથી એકધારા વરસતા વરસાદે લોકોના જીનવને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યું છે,ચારે બાજુ પાણી જ પાણી ભરાયેલુ જોવા મળી રહ્યું છે ત્યારે આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે, વહીવટ તંત્ર દ્વારા લોકોને સાવચેત રેહવા જણાવ્યું છે,ઉમરપાડા પાસેના આંબાપારડી ગામમાં પણ પાણીનો ભરાવો થયેલો જોવા મળ્યો હતો.

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી આજે સાચી પડી છે ,ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ મન મુકીને વરસી રહ્યો છે,દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળે છે,સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 16 ઈંચ જેટલો નોંધાયો છે. જ્યારે સુરત જિલ્લાના બારડોલી,માંડવીમાં પણ 4 થી 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ગુજરાતનું હિલ સ્ટેશન ગણાતું ડાંગ જીલ્લો પણ વરસાદના કહેરથી બાકાત નથી,ધરમપુર, આહવા , વઘઈ, વલસાડ, ખેરગામ અને સોનગઢમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદના પગલે ઠેર-ઠેર પાણી જ પાણી જોવા મળે છે. ઉમરપાડામાં ભારે વરસેલા મેહુલાના કારણે નીચાણ વાળા વિસ્તારના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે,સપાસના નાના નાના ગામડાઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વહીવટ તંત્ર દ્વારા બચાવ કાર્ય પણ શરુ કરવામાં આવ્યું છે

દક્ષિણ ગુજરાતના અલગ અલગ ગામોમાં નિચાણ વાળા વિસ્તારોમાં લોકોને સહીસલામાત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે તો વહીવટ તંત્ર દ્વારા લોકોને સાવચેત પણ કરવામાં આવ્યા છે.બારડોલીના ગરનારા વાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયેલો જોવા મળે છે તો બીજી બાજુ નવસારીની અંબિકા નદી બન્ને કાઠેં વહેતી થતા આસપાસના લોકોને સાવચેત રહેવા સુચનો કરવામાં આવ્યો છે

વલસાડની જો વાત કરવામાં આવે તો શહેરના રેલવે ગરનાળા, છીપવાડ, , ખત્રીવાડ જળદેવી માતા મંદિર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ,આ ઉપરાંત સુરત શહેરમાં પણ ઠેર-ઠેર પાણી ભરાતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા જેમાં સુરતના રેલ્વે સ્ટેશન પાસેના ગરનારા તેમજ આજુ બાજુના વિસ્તારોમાં પાણી ભરાયુ હતુ જેને લઈને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હાલ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત જોવા મળ્યું છે

Exit mobile version