Site icon hindi.revoi.in

મીટિંગમાં રાહુલ ગાંધીના રાજીનામાનું નાટક, CWCએ રાજીનામું નકાર્યું

Social Share

કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગ ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો રાહુલ ગાંધીએ રાજીનામાની રજૂઆત કરી છે. રાહુલને સોનિયા ગાંધી અને મનમોહન સિંહ તેમને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ તેઓ રાજીનામા પર અડી ગયા છે. રાહુલને પૂછવામાં આવી રહ્યું છે કે તમે નહીં તો કોણ? પણ તેના પર રાહુલે મૌન ધરી લીધું છે. હાલ મંથન ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે મોદીની સુનામીમાં કોંગ્રેસે ખરાબ રીતે જે પછડાટ ખાધી છે તેનાથી દરેક જણ આશ્ચર્યમાં છે. આ મીટિંગમાં હિસ્સો લેવા માટે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, મલ્લિકાર્જુન ખડગે, ગુલામ નબી આઝાદ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પહોંચ્યા છે.

આ ઉપરાંત પી. ચિદમ્બરમ અને સિદ્ધારમૈયા પણ મીટિંગ માટે પહોંચ્યા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ મીટિંગમાં પહોંચ્યા છે. મીટિંગમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપી શકે છે.

લોકસભા ચૂંટણીમાં અતિશય શરમજનક પ્રદર્શન પછી કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઊભા થઈ ગયા છે. પાર્ટીની હારની સમીક્ષા કરવા માટે આજે કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની મીટિંગ દિલ્હીમાં થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી આ બેઠકમાં હારની જવાબદારી લેતા પાર્ટી અધ્યક્ષના પદેથી રાજીનામું આપી શકે છે.

ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાનો ગઢ પણ નથી બચાવી શક્યા. સૂત્રો પ્રમાણે, ખરાબ હારની જવાબદારી લઇને રાહુલ ગાંધીએ તાત્કાલિક રાજીનામાની રજૂઆત કરી હતી, પરંતુ સોનિયા ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં પોતાની વાત મૂકવાની સલાહ આપી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજની કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં રાહુલ રાજીનામું આપી શકે છે. જોકે, તેના પહેલા તેમને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Exit mobile version