Site icon hindi.revoi.in

વિદેશોમાં પીએમ મોદીના સફળ કાર્યક્રમો પાછળ છે સાઈંટિસ્ટ વિજય ચૌથાઈવાલે, હવે હાઉડી મોદીના આયોજનનું સંભાળ્યું કામ

Social Share

વિદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જલવો ફરી એકવાર દુનિયા જોશે. મોકો છે 22 સપ્ટેમ્બરનો હ્યુસ્ટનમાં ‘Howdy Modi’ કાર્યક્રમનો. 50 હજારથી વધારે ભારતીયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. આ કાર્યક્રમની પાછળ ફરીથી વિજય ચૌથાઈવાલે છે. જેઓ ઘણા દેશોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધમાકેદાર આયોજન કરી ચુક્યા છે. હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા માટે વિજય ચૌથાઈવાલેએ ત્યાંના ભારતીયોનો સંપર્ક કરવા માટે ખૂબ મહેનત કરી છે. કાર્યક્રમમાં સીટ બુક કરાવવા માટે તેમણે ઓનલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા શરૂ કરાવી છે. અત્યાર સુધી 50 હજારથી વધારે લોકોની નોંધણી થઈ ચુકી છે.

કોણ છે વિજય ચૌથાઈવાલે?

વિજય ચૌથાઈવાલે હાલ ભાજપના વિદેશ મામલાના પ્રકોષ્ઠના પ્રભારી છે. અપ્રવાસી ભારતીયોને ભાજપ સાથે જોડવાના મિશન સાથે સંકળાયેલા છે. દુનિયામાં જ્યાં ક્યાંય પણ વડાપ્રધાન મોદીનો પ્રવાસ હોય છે, ત્યાં ઘણાં મહીનાઓ પહેલા જ પહોંચીને તેઓ કેમ્પેનિંગ કરે છે. ત્યાંના ભારતીયો સાથે જોડાયેલા તમામ નાના-મોટા સંગઠનો સાથે સંપર્ક કરીને તેમને પીએમ મોદીના કાર્યક્રમમાં આવવા માટે તૈયાર કરે છે.

2014ની લોકસભા ચૂંટણી દરમિયાન એનઆરઆઈની વચ્ચે મોદીની લોકપ્રિયતા વધારવામાં પણ વિજય ચૌથાઈવાલેએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. વિદેશોમાં પણ ઘણાં કાર્યક્રમો દ્વારા તેમણે ચૂંટણી દરમિયાન મોદીના પક્ષમાં માહોલ બનાવ્યો હતો. વિદેશમાં મોદીની લોકપ્રિયતાની અસર ભારતના મતદાતાઓ પર પણ પડી હતી.

ભાજપની સાથે જોડાતા પહેલા તેઓ સાઈંટિસ્ટ (મોલેક્યૂલર બાયોલોજિસ્ટ) તરીકે કોર્પોરેટ સેક્ટરમાં જોબ કરતા હતા. સૂત્રો જણાવે છે કે જ્યારે 2014ની લોકસભા ચૂંટણી સમાપ્ત થઈ, તો બાદમાં તેઓ કોર્પોરેટ સેક્ટરમાં પાછા ફરવા ચાહતા હતા. પરંતુ ભાજપના અધ્યક્ષ અમિત શાહે તેમને પાર્ટી તરફથી વિદેશ વિભાગના પ્રકોષ્ઠને જોવાની જવાબદારી ઓફર કરી હતી, તો પછી તેઓ હવે પૂર્ણકાલિક પદાધિકારી બની ગયા છે. ભાજપની નેશનલ એક્ઝિક્યૂટિવમાં પણ વિજય ચૌથાઈવાલેને સ્થાન મળ્યું છે.

મે-2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, તો સપ્ટેમ્બરમાં અમેરિકાની મુલાકાતે ગયા હતા. ત્યારે સપ્ટેમ્બરમાં વડાપ્રધાન મોદીએ જ્યારે મશહૂર મેડિસન સ્ક્વેર પર હજારો ભારતીય મૂળના અમેરિકનોને સંબોધિત કર્યા હતા, તો દુનિયાએ તેમનો જલવો જોયો હતો. મેડિસન સ્ક્વેર પર મોદી-મોદીના સૂત્રો ગુંજ્યા હતા. આ કાર્યક્રમમાં એકઠી થયેલી ભીડ જોઈને પીએમ મોદી પણ અભિભૂત થઈ ગયા હતા. બાદમાં તેમણે ટ્વિટ કરીને જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તે મુલાકાત દરમિયાન સિલિકોન વેલીમાં પણ પીએમ મોદીએ ગૂગલ, એપલ, માઈક્રોસોફ્ટ, ટેસ્લા, ફેસબુક જેવી દિગ્ગજ કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરી હતી. 30 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની અહીંની આ પહેલી મુલાકાત હતી.

આ કાર્યક્રમ પણ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચમકતો રહ્યો હતો. તેના સિવાય વિજય ચૌથાઈવાલેના નિર્દેશનમાં પીએમ મોદીની મુલાકાત દરમિયાન લંડન, ટોરંટો, દુબાઈ, શંઘાઈ, સિડની જેવા દુનિયાના મોટા શહેરોમાં પણ કાર્યક્રમો થઈ ચુક્યા છે. આમા પીએમ મોદીએ મોટી સંખ્યામાં ભારતીયો અને વિદેશીઓને સંબોધિત કર્યા હતા. એપ્રિલ-2015માં કેનેડાના ટોરંટોના રિકોહ કોલેજિયમ સ્ટેડિયમમાં પણ પીએમ મોદીના મોટા કાર્યક્રમની પાછળ પણ વિજય ચૌથાઈ વાલેની મહેનત હતી. હવે પીએમ મોદી માટે હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમને સફળ બનાવવામાં વિજય ચૌથાઈવાલે લાગી ગયા છે.

Exit mobile version