ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં થોડા સમય પહેલા જ મંત્રીમંડળનો વિસ્તાર બન્યો છે,યોગી સરકારમાં નવનિયુક્ત થયેલા મંત્રી ગિરરાજ સિંહ ઘર્મેશે બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતી માટે વિવાદીત ટીપ્પણી કરી છે,ગિરરાજ સિંહ ધર્મેશે માયાવતીને એક કંરટ વાળો તાર ગણાવી છે,તેમણે કહ્યું કે માયાવતી એક તાર છે,જે પણ કોઈ તેમને પકડશે બળી જશે,
યોગી સરકારના મંત્રી ગિરરાજ સિંહ ધર્મેશે બસપા સંસ્થાપક કાંશીરામના મૃત્યુને લઈને પણ મોટો દાવો કર્યો છે,તેમણે કહ્યું કે કાશીરાનનનું મોત આકસ્મિક મોત નહોતું, તેઓ શંકાસ્પદ સ્થિતીમાં મત્યુ પામ્યા હતા,તેમની દેખરેખ માયાવતીની નજર હેઠળ કરવામાં આવી રહી હતી, કાશીરામનું નિધન 9 ઓક્ટોબરના રોજ 2006માં થયુ હતું,
આ મંત્રીનું કહેવું છે કે કાશીરામની બહેને આરોપ લગાવ્યો છે કે માયાવતીએ જ તેમની હત્યા કરી છે ,ત્યારે હવે તેઓ મુખ્ય મંત્રી યોગી આદીત્યનાથને અપીલ કરશે કે કાશીરામના મોતની સીબીઆઈ તપાસ કરવામાં આવે, આ મંત્રીએ માયાવતીને એક વિજળીનો કરંટ ગણાવી છે કે, જે કોઈ તેમને પકડશે તે બળશી જશે, એમ કહીને માયાવતી પર નિશાન સાધ્યુ છે.વધુમાં તેમણે માયાવતીને બેઈમાન અને ધોકેબાજ કહ્યું હતું. આમ આડકતરી રીતે માયાવતી પર સીધે સીધુ નિશાન સાધ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગિરરાજ સિંહ ધર્મેશ સમાજ કલ્યાણ છે અને ઉત્તર પ્રદેશ સરકારમાં અનૂસુચીત જાતિ અનુસૂચિત જનજાતિ કલ્યાણના રાજ્યમંત્રી છે,અને આગ્રા કેન્ટ બેઠક પરથી ધારાસભ્ય છે, આ ઉપરાંત ગિરરાજસિંહ ધર્મેશ 2017 માં પહેલીવાર ચૂંટણી જીતી હતી.
ગિરરાજે કહ્યું કે માયાવતી વિશ્વાસને લાયક નથી અને તેણે બધાને છેતર્યા છે. મંત્રીએ કહ્યું કે માયાવતીએ લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીનો ઉપયોગ કરીને, તેમના પક્ષને 10 બેઠકો પર લાવીને તેમનો દગો કર્યો.
ગિરરાજસિંહ ધર્મેશે કહ્યું કે, ભાજપના નેતા બ્રહ્મદત્ત દ્વિવેદીએ ગેસ્ટ હાઉસ કાંડમાં માયાવતીનો જીવ બચાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ પણ તેમને 3 વખત મુખ્યમંત્રી બનવામાં મદદ કરી હતી. અગાઉ પણ ઘણી વખત ભાજપના ધારાસભ્યો આ પ્રકારની ટિપ્પણીઓ કરતા રહ્યા છે, જેના કારણે પક્ષની ઈમેજને નુકસાન થયું છે. હવે ફરી એકવાર યોગીના મંત્રીએ બસપાના વડાને લઈને આવું નિવેદન આપ્યું છે.