Site icon hindi.revoi.in

કોરિયોગ્રાફર-એક્ટર પુનીત પાઠકે  પ્રભુતામાં પગલા માંડ્યા – શું તમે જાણો છો કોણ છે તેની દુલ્હન

Social Share

મુંબઈઃ– દેશમાં એક બાજુ કોરોના છે તો બીજી તરફ બોલિવૂડ સ્ટાર્સ સાદાઈથી લગ્ન કરતા જોવા મળી રહ્યા છે, પહેલા આદીત્ય નારાયણે લગ્ન કર્યા ત્યાર બહાદ થોડા સમય પહેલા જ ફેમસ સિંગર નેહા ક્કકરે અને હવે પુનીત પાઠકે પણ તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીઘા છે.

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર અને એક્ટર એવા પુનીત પાઠક  નિધી સાથે ઓગસ્ટ મહિનામાં સગાઈ કરી હતી.તેઓ બંને ઝલક દિખલા જા, ના સેટ પર મળ્યા હતા ત્યાર બાદ રિયાલિટી ટીવીશો દિલ હે હિન્દુસ્તાનીમાં તેઓ સાથે કામ કરતા જોવા મળ્યા હતા.

વિતેલા દિવસને શુક્રવારના રોજ પુનીત અને નિધી લગ્નગ્રંથી જોડાયા હતા,પુનીતે લાઇટ પિંક શેરવાની પહેરી હતી અને નિધિ પિંક લેહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.પુનીતના લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પુનીત પાઠકના લગ્નનો એક વીડિયો  પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે અને નિધિ સિંઘ, કોમેડિયન ભારતી સિંહ  તેના પતિ હર્ષ લિંબાચીયા ડાન્સ કરતા જોવા મળે છે.

પુનીત પાઠકને સોશિયલ મીડિયા પર ખુબ જ શુભેચ્છાઓ મળી રહી છે, તેના ફોટોઝ અને વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે,ઉલ્લેખનીય છે કે પુનીત પાઠક એ ખતરો કે ખિલાડજી શો પણ જીત્યો હતો અને પુનીત પાઠકે રેમો ડિસોઝાની ફિલ્મ એબીસીડીમાં કામ કર્યું છે. આ પછી તેણે નવાબજાદેમાં પણ અભિનય કર્યો હતો તેમની તાજેતરની ફિલ્મ વરુણ ધવન સાથેની સ્ટ્રીટ ડાન્સર હતી જે દર્શકોએ ખુબ પસંદ કરી હતી.

સાહિન-

Exit mobile version