Site icon hindi.revoi.in

નિર્મલા સીતારમણનું પહેલું બજેટ શેરબજારને લાગ્યું ‘કડવું’, માર્કેટે 4 દિવસની બઢત ગુમાવી

Social Share

મુંબઈ: શેરબજારને મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ કડવું લાગ્યું છે. બજેટ પહેલા સેન્સેક્સ 40 હજારના આંકડાને પાર નીકળી ગયો હતો. પરંતુ બાદમાં તે ઉંધે માથે પટકાયો હતો અને ક્લોઝિંગ લગભગ 400 અંક ગગડીને થયું છે. તો નિફ્ટી પણ 135 અંકના ઘટાડા સાથે 11 હજાર 800ના સ્તરે જોવા મળ્યો છે. નિફ્ટીના 50માંથી 44 શેરોમાં વેચવાલી હાવી રહી હતી. આજે બેંકિંગને બાદ કરતા તમામ સેક્ટર ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા છે.

સરકારી બેંકો માટે 70 હજાર કરોડ રૂપિયાની રીકેપ બાદ તેમા તેજી જરૂર રહી હતી. તેની સાથે NBFCsના એસેટ ખરીદ પર સરકારી બેંકોને છૂટ મળવાને કારણે તેમા પણ તેજી જોવા મળી હતી. બજેટમાં ગ્રામીણ વિસ્તારોના વિકાસ પર ફોક્સ થવાને કારણે ચુનિંદા FMCG શેરોમાં પણ ખરીદારી જોવા મળી હતી. સૌથી વધુ ધોવાનારા સેક્ટર્સમાં મેટલ, એનર્જી અને રિયલ્ટી સામેલ રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી વધવાથી ઓઈલ અને ગેસના શેરોમાં ઘટાડો હાવી રહ્યો હતો.

આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાં 25 શેરોમાં અને નિફ્ટીના 50 શેરોમાંથી 44 શેરોમાં વેચવાલી જોવા મળી છે. જો કે બેંક નિફ્ટી 4 અંકોની મામૂલી બઢતની સાથે 31475ને પાર બંધ થવામાં કામિયાબ રહ્યા.

દિગ્ગજ શેરો સાથે જ નાના અને મધ્યમ શેરો પણ ગગડયા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.4 ટકા અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 1.3 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીના વધવાના એલાન બાદ ઓઈલ-ગેસ શેરોએ પણ બજારને જોરદાર આંચકો આપ્યો છે. બીએસઈના ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ બે ટકાથી વધારે તૂટીને બંધ થયો છે.

ઓટો, મેટેલ, આઈટી, મીડિયા, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં બજેટ બાદ જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીના ઓટો ઈન્ડેક્સ 2.9 ટકા, આઈટી ઈન્ડેક્સ 2.5 ટકા, મીડિયા ઈન્ડેક્સ 2.4 ટકા, મેટલ ઈન્ડેક્સ 3.8 ટકા, ફાર્મા ઈન્ડેક્સ 1.5 ટકા અને રિયલ્ટી ઈન્ડેક્સ 3.6 ટકા તૂટીને બંધ થયો છે.

આજના કારોબારમાં એફએમસીજી અને પીએસયૂ બેંક શેરોએ જ બજારને થોડો સહારો આપ્યો છે. પીએસયૂ બેંકમાં ખરીદીની કિંમત પર બેંક નિફ્ટી 0.01 ટકાની મામૂલી બઢત સાથે 31475ના સ્તરે બંધ થયો છે. નિફ્ટીના પીએસયૂ બેંક ઈન્ડેક્સમાં 0.18 ટકા અને એફએમસીજી ઈન્ડેક્સમાં 0.28 ટકાની બઢત સાથે બંધ થયા છે. જો કે નિફ્ટીનો પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સ 0.14 ટકાની ઘટાડાની સાથે લાલ નિશાનમાં બંધ થયું છે.

Exit mobile version