Site icon Revoi.in

રામ મંદિરના નક્શાને મંજૂરી, 13 હજાર વર્ગ મીટરમાં ભવ્યાતિભવ્ય મંદિરનું થશે નિર્માણ

Social Share

ઉત્તર પ્રદેશના અયોઘ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરનો નકશો પાસ કરી દેવામાં આવ્યો છે, અયોઘ્યા વિકાસ ઓથોરિટી બોર્ડની બેઠકમાં સર્વસંમતિથી રામ મંદિરના નકશાને પસાર કરવામાં આવ્યો હતો 274110 વર્ગ મીટર ખુલ્લા વિસ્તારમાં અને અદાંજે 13 હજાર વર્ગ મીટરના વિસ્તારમાં આ નકશા પ્રમાણે રામ મંદિરનું નિર્માણ થશે.

ઉલ્લેખનીય છે કે, યોધ્યામાં ભગવાન રામનું મંદિર 36 થી 40 મહિનામાં બનીને તૈયાર થઈ શકે છે. આ મંદિરના નિર્માણમાં એક ગ્રામ લોખંડનો પણ ઉપયોગ કરવામાં આવશે નહીં. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે કહ્યું હતું કે, “મંદિરની આયુ ઓછામાં ઓછી એક હજાર વર્ષ હશે. લાર્સન અને ટુબ્રો કંપની, આઈઆઈટીના એન્જિનિયરોની આ મંદિરના બાંધકામના કામમાં મદદ લેવામાં આવી રહી છે”.

આ બાબતે ચંપત રાયે જણાવ્યું હતું કે , “કંપનીએ જમીનની તાકાત માપવા માટે આઈઆઈટી ચેન્નઈની સલાહ લીધી છે. 60 મીટર ઊંડાઈથી માટીનું પરીક્ષણ કરવામાં આવ્યું. જો કોઈ ભૂકંપ આવે છે, તો જમીન ભૂકંપના તરંગોને કેટલા પ્રમાણમાં વેઠી શકશે, તે બધાની તપાસ કરવામાં આવી છે. રામ મંદિરના નિર્માણમાં એક ગ્રામ લોખંડનો પણ ઉપયોગ કરવામાં આવશે નહીં. રામ મંદિરનો વિસ્તાર લગભગ ત્રણ એકરનો રહેશે”.

ચંપત રાયે કહ્યું હતું કે, “મંદિરના નિર્માણમાં 10 હજાર તાંબાના પતરા સળિયાની પણ જરૂર છે. આ માટે, દાતાઓએ આગળ આવવાની જરૂર છે. સરકારી આંકડા મુજબ દર વર્ષે બે કરોડ લોકો અયોધ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. જો કે, રામ મંદિર બન્યા બાદ આ આંકડામાં હજુ વધારો નંધાશે, તે માટે સરકાર બસ, રેલ, વિમાન જેવી સુવિધાઓના વિસ્તૃતીકરણ માટે વિચાર કરી રહી છે”.

સાહીન-