Site icon hindi.revoi.in

હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે “નથી કહ્યુ કે કાશ્મીરથી યુવતીઓ લાવીશું”

Social Share

નવી દિલ્હી: હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરની કાશ્મીરી મહિલાઓ પરની કથિત વિવાદીત ટીપ્પણીના મામલે ચોતરફી ટીકાઓ થી રહી છે. શુક્રવારે ફતેહાબાદના એક કાર્યક્રમમાં તેમનો એક વીડિયો સોશયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો છે. કહેવામાં આવે છે કે કેટલાક સેકન્ડ્સના વાયરલ થયેલા આ વીડિયોમાં મનોહરલાલ ખટ્ટર કથિતપણે કાશ્મીરની યુવતીઓને લાવવાની વાત કહી રહ્યા છે. પરંતુ જ્યારે તમે આ આખો વીડિયો સાંભળશો,  સચ્ચાઈ તમને ખબર પડી જશે કે આખરે મુખ્યપ્રધાન ખટ્ટરે શું કહ્યું છે.-

અહીં મુખ્યપ્રધાન ખટ્ટર બોલી રહ્યા છે કે પહેલા હરિયાણાની દીકરીઓના મારનારા પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. આપણે આના પર કામ કર્યું અને સેક્સ રેશિયો જે પહેલા 850 હતો તેને 933 કર્યો છે. આપણા પ્રધાન ઓ. પી. ધનખડે કહ્યુ હતું કે યુવતીઓ બિહારથી લાવીશું, કેટલાક લોકો કહી રહ્યા છે કે કાશ્મીર ખુલી ગયું છે, કાશ્મીરથી લાવીશું. મજાકની વાતો અલગ છે, પરંતુ સમાજમાં સંતુલન બનાવવું જોઈએ.

હરિયાણવી નેતાઓની નજરમાં હરિયાણવી યુવાવર્ગની બે સમસ્યા છે- સરકારી નોકરી અને લગ્ન. સકરારી નોકરી માટે પારદર્શકતાનો દમ ભરનારા ખટ્ટરે હવે યુવાનોના લગ્નની સમસ્યા પણ લગભગ સમાપ્ત કરી દીધી છે. સેક્સ રેશિયો વધી ગયો છે. હવે યુવાનોને લગ્નમાં મુશ્કેલી નહીં પડે. જો કે ખટ્ટરે પોતાના નિવેદનથી સ્પષ્ટ કરી દીધું છે કે તેમણે કાશ્મીરથી યુવતો પૂત્રવધુ તરીકે લાવીશુંની કોઈ વાત કરી નથી. પણ આવી વાત તેમને મજાક જરૂરથી લાગી છે.

Exit mobile version