Site icon Revoi.in

મંદી પર મનમોહન સિંહનું નિશાન, કહ્યુ- ખરાબ ઈકોનૉમીનો સરકારને અહેસાસ સુદ્ધાં નથી

Social Share

દેશમાં આર્થિક મંદી પર ચિંતા

મનમોહનનું મોદી સરકાર પર નિશાન

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પ્રવર્તમાન અર્થવ્યવસ્થાને લઈ નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યુ છે કે અર્થવ્યવસ્થા ખરાબથી બેહદ ખરાબ થઈ રહી છે અને ખતરનાક વાત એ છે કે સરકારને આ વાતનો અહેસાસ પણ નથી.

ભૂતપૂર્વ વડાપ્રધાને કહ્યુ છે કે અમે આર્થિક મંદીના તબક્કામાં છે. વિકાસ દર ઘટીને 5 ટકા રહી ગયો છે. આ આપણને 2008ની યાદ અપાવે છે, જ્યારે આપણી સરકારમાં અર્થવ્યવસ્થા એકદમ નીચે આવી ગઈ હતી.

પ્રખર અર્થશાસ્ત્રીઓમાં સામેલ ડૉ. મનમોહન સિંહે કહ્યુ છે કે તત્કાલિન મંદી આંતરરાષ્ટ્રીય નાણાંકીય સંકટને કારણે થઈ હતી. તે સમયે આપણી સામે પડકારજનક સ્થિતિ હતી. આપણા માટે પડકાર હતો કે આપણે તે પડકારને એક અવસર તરીકે લઈએ અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવા તરફ પગલા આગળ વધારીએ.