Site icon Revoi.in

Video: સવાલ પુછનાર રિપોર્ટરને મારવા દોડવાની “નીચ” હરકત કરી કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે!

Social Share

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાહુલ ગાંધી સાથે નિકટવર્તી રહેલા મણિશંકર અય્યર ફરી એકવાર તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની ટીપ્પણીને લઈને ચર્ચામાં આવ્યા છે. આ વખતે મણિશંકર અય્યરે ખુદ એવી હરકત કરી છે કે આવી હરકત માટે નીચ શબ્દ જ વાપરવો પડે. ભૂતપૂર્વ રાજદ્વારી મણિશંકર અય્યરને મંગળવારે એક પત્રકારે પંજાબના સરકારી ગેસ્ટ હાઉસ નજીક સવાલ કર્યો અને તેનાથી નીચ ટીપ્પણીના એમ્બેસેડર બની ચુકેલા મણિશંકર અયરે પત્રકાર સામેની નારાજગી વ્યક્ત કરવામાં પોતાના પરનો કાબુ ગુમાવ્યો હતો. એટલું જ નહીં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ફ્રી પ્રેસની વાતો કરનારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિકટવર્તી મણિશંકર અય્યરે પત્રકારની સાથે ગાળાગાળી પણ કરી હતી. તેના પહેલા પત્રકાર પર મણિશંકર અય્યરે હાથ પણ ઉઠાવી લીધો હતો. જો કે બાદમાં ગાળો આપીને પત્રકારને છોડયો હતો.

જાણકારી પ્રમાણે, કોંગ્રેસના નેતા મણિશંકરની પત્રકારો સાથે મુલકાત પંજાબના એક સરકારી ગેસ્ટહાઉસમાં થઈ હતી. પત્રકારો દ્વારા તે વખતે તેમના આર્ટિકલ સંદર્ભે સવાલ કરવામાં આવ્યો હરતો. જેમાં તેમણે પીએમ મોદીને 2017માં ગાળો આપી હતી. આ સવાલ પર અય્યરે હિંદીમાં કહ્યુ હતુ કે શું તમે નથી જાણતા કે દેશમાં એક વ્યક્તિ છે નરેન્દ્ર મોદી. શું તમે તેમના તીખા હુમલાઓ સંદર્ભે સાંભળ્યું નથી ? જાઓ અને તેમને સવાલ પુછો.

અય્યરે તે વખતે માત્ર પત્રકારોની સાથે જ મગજમારી કરી ન હતી, પરંતુ તેમણે તે વખતે પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે નહીં, તેઓ તમારી સાથે વાત પણ નહીં કરે, કારણ કે તે કાયર છે. તેઓ મીડિયાની સાથે વાત કરતા નથી. તે વખતે તેમણે પીએમ મોદીની નકલ પણ ઉતારી હતી. હદ તો ત્યારે થઈ ગઈ, જ્યારે તેમણે પત્રકારોને મુક્કો દેખાડીને તેમનો માઈક્રોફોન દૂર ફેંકી દધો હતો. તેની સાથે જ તેમણે ચેતવણી આપીને કહ્યુ હતુ કે હવે કોઈપણ મને સવાલ પુછશે નહીં.

પત્રકારના એક સવાલ પર મણિશંકર અય્યર એટલા ભડકી ગયા હતા કે તેમણે કહ્યુ કે હું તને મારી દઈશ. તેના પછી પત્રકારે તાત્કાલિક તેમની માફી માંગી, પરંતુ તેમ છતાં તેઓ બૂમો પાડતા રહ્યા, એટલું જ નહીં પણ તેમણે પત્રકારની સાથે ગાળાગાળી પણ કરી હતી.

મહત્વપૂર્ણ છે કે આ વિવાદ ત્યારે શરૂ થયો હતો કે જ્યારે મણિશંકર અય્યરને તેમના લેખ બાબતે સવાલ કરવામાં આવ્યો હતો. તેમણે રાઈજિંગ કાશ્મીરમાં આ આર્ટિકલ લખ્યો છે. અય્યર દ્વારા લખવામાં આવેલા આ લેખનું શીર્ષક હતું – ‘કલાઉડ નાઈન ઓન નેશનલિઝ્મ’. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે લખ્યું છે કે મોદીના રૂપમાં તેમણે ‘બેઈમાન’ વડાપ્રધાન જોયા છે.