Site icon hindi.revoi.in

ભોપાલમાં આઠ વર્ષની બાળકીની હત્યા કરીને લાશ સાથે બળાત્કાર!

Social Share

ભોપાલ: મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં આઠ વર્ષની બાળકી સાથે બળાત્કાર અને હત્યાના મામલે દિલ ડખોળી નાખનારો ખુલાસો થયો છે. પોલીસે કહ્યું છે કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓ પહેલા બાળકની હત્યા કરી અને બાદમાં બાળકીની લાશ સાથે બળાત્કાર કર્યો હતો. બાળકીની માતાનું માનીએ તો બાળકીના શરીર પર સિગરેટથી ડામ આપવાના નિશાન છે, જે આરોપીની હેવાનિયતની દાસ્તાન દર્શાવે છે.

બાળકીનો પરિવાર આઘાતમાં છે. ઘટના બાદ પોલીસે પણ સંવેદનહીનતાની હદોને પાર કરી હતી. બાળકીની નાનીએ કહ્યું છે કે ઘટના બાદથી તેઓ જ્યારે પોલીસની પાસે ગયા તો તેમને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યાહતા. બાદમાં કેટલાક સ્થાનિક નગરસેવકોના હસ્તક્ષેપ બાદ પોલીસ તેમના ઘરે આવી હતી. ઘરે આવીને પોલીસે તેમના ઉપર અને બાળકી પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. નાનીનો આરોપ છે કે તેના ઘરે આવેલા પોલીસવાળા કદાચ નશામાં હતા. તેમણે કહ્યુ કે બાળકીને કોઈની સાથે જવા દેવી જોઈતી ન હતી. તમે લોકો ફિલ્મો જોતા નથી શું ?

બાળકી સાથે બળાત્કાર અને હત્યાના આરોપમાં 35 વર્ષીય  વિષ્ણુપ્રસાદ ઉર્ફે બબલુને ભોપાલથી લગભગ અઢીસો કિલોમીટર દૂર ઓંકારેશ્વર નજીકના મોરટક્કામાં સોમવારે સવારે લગભગ સાડા સાત વાગ્યે એરેસ્ટ કરવામાં આવ્યો હતો. તેને ભોપાલમાં લાવવામાં આવ્યો, જ્યાં તેણે કહ્યુ હતુ કે ગુનો કરતી વખતે તે નશામાં હતો. ભોપાલના ડીઆઈજી ઈરશાદ વાલીએ કહ્યુ છે કે બાળકીના શીરમાં કોઈપણ પ્રકારના વિરોધ કરનારા ઈજાના નિશાન મળ્યા નથી. પ્રબળ સંભાવના છે કે બાળકીને પહેલા મારવામાં આવી હશે અને બાદમાં તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હશે.

પોલીસે કહ્યું છેકે બાળકી આરોપીના ઘરની બહારથી પસાર થઈ રહી હતી. ત્યારે તેને આંચકા સાથે પોતાના ઘરની અંદર ખેંચી લધી હતી. બાળકીનું ઘર આરોપીના ઘરથી થોડાક અંતરે જ છે. જો બળાત્કાર દરમિયાન બાળકી બૂમો પાડત કે ધમપછાડા કરત તો કોઈને કોઈ તેનો અવાજ જરૂરથી સાંભળત.

ડીઆઈજીએ કહ્યુ છે કે આરોપીને ડર હતો કે બાળકીનો અવાજ પાડોશીઓના કાન સુધી જવાની શક્યતા છે. માટે તેણે એક હાથથી બાળકીનું મોંઢું બંધ કર્યું અને બીજા હાથથી તેનું ગળું દબાવ્યું હતું. બાળકી બેસુદ્ધ થઈ હતી. બાદમાં આરોપીઓ તેની લાશ સાથે રેપ કર્યો હતો. આરોપીએ પોલીસને કહ્યુ હતુ કે તે નશામાં હતો, તેને કંઈ હોશ ન હતો. જ્યારે તે હોશમાં આવ્યો ત્યારે બાળકી મરી ચુકી હતી. તે ઘરની બહાર આવ્યો, તો તેને ખબર પડી કે બાળકીના પરિવારજનો તેને શોધી રહ્યા હતા.

દેખાડા માટે આરોપી પણ ઘરના સદસ્યો સાથે બાળકીને શોધવા લાગ્યો હતો. સાંજે લગભગ ચાર વાગ્યે જ્યારે બાળકીના પરિવારજનો અને સ્થાનિક લોકો થાકીને ચ્હાપાણી કરવા માટે ગયા, તો તેણે ચુપચાપ બાળકીની લાશને ઘરની બહાર કાઢીને તેની પાછળના નાળામાં ફેંકી દીધી હતી. સાંજે લગભગ પાંચ વાગ્યે બાળકીના પિતાએ તેની લાશને નાળામાં પડેલી જોઈ હતી.

બાળકીની લાશ મળ્યા બાદ આરોપી ડરી ગયો અને તેણે પોતાનો મોબાઈલ પણ બંધ કરી દીધો હતો. તે ઈન્ટરસિટી એક્સપ્રેસમાં બેસીને ઈન્દૌર ચાલ્યો ગયો હતો. ઈન્દૌરથી તેણે મોરટક્કા માટે બસ પકડી અને બાદમાં પોતાનો મોબાઈલ ચાલુ કર્યો હતો. આરોપીનો દાવો છે કે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો, પરંતુ પોલીસે તેને તેના પહેલા જ ઝડપી પાડયો હતો.

પોલીસે કહ્યુ છે કે આરોપી ખંડવા જિલ્લાના ખેરી ગામનો વતની છે. તે ભોપાલમાં બાળકીના ઘર પાસે રહીને મકાન નિર્માણનું કામકાજ કરતો હતો. તે પરણિત છે, પરંતુ તેની પત્નીએ તેને છોડી દીધો હતો. તેની બહેન જિલ્લાના કમલાનગર વિસ્તારમાં રહે છે. આરોપીની માતા તેની સાથે રહેતી હતી. પરંતુ ઘટનાના સમયે તે તેની પુત્રીની પાસે ગઈ હતી.

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે વાયદો કર્યો છે કે પોલીસ 48 કલાકમાં મામલાની ચાર્જશીટ દાખલ કરશે અને એક માસની અંદર આ મામલાની સુનાવણી પુરી કરવામાં આવશે.

Exit mobile version