Site icon hindi.revoi.in

પીએમ મોદી દ્વારા વન નેશન-વન ઈલેક્શનના એજન્ડા પર બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં નહીં આવે મમતા બેનર્જી

Social Share

પ. બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહમાં હજુ ઘણાં આરોહ-અવરોહ આવવાના બાકી છે. પહેલા મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીની શપથવિધિમાં સામેલ થવાની હા- પાડયા પછી નનૈયો ભણ્યો અને બાદમાં નીતિ પંચની બેઠકમાં પણ સામેલ થયા નહીં. હવે તેઓ સર્વપક્ષીય બેઠકમાં પણ સામેલ થવાના નથી. આ સર્વપક્ષીય બેઠકનો એજન્ડા એક દેશ- એક ચૂંટણી છે. આ સર્વપક્ષીય બેઠક 19 જૂને થવાન છે. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવી છે. જેમાં તમામ રાજકીય પક્ષોના અધ્યક્ષોને આમંત્રિત કરવામાં આયા છે.

મમતા બેનર્જીએ ટીએમસીના અધ્યક્ષ તરીકે સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીને પત્ર લખીને બેઠકમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું છે કે સૌથી પહેલા કેન્દ્ર સરકાર આ મુદ્દા પર એક શ્વેતપત્ર લાવે અને કાયદકીય નિષ્ણાતો સાથે વિચારવિમર્શ કરે. આ મામલામાં ઉતાવળ કરવી યોગ્ય નથી. માટે તેઓ બેઠકમાં નહીં આવે અને તેમા ટીએમસીનો કોઈ પ્રતિનિધિ પણ સામેલ થશે નહીં.

મહત્વપૂર્ણ છે કે એક દેશ – એક ચૂંટણીના મુદ્દાને ભાજપ ઘણાં લાંબા સમયથી ઉઠાવતું રહ્યું છે. પોતાના ઘોષણાપત્રમાં પણ વાયદો કર્યો હતો. તેના પ્રમાણે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાની વાત કરવામાં આવી છે.

મમતા બેનર્જીએ આ પત્રમાં લખ્યું છે કે કેન્દ્ર સરકાર જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતીના પ્રસંગે ઉજવણીની તૈયારી કરી રહી છે,તેમા સામેલ થવા માટે તેઓ તૈયાર છે. જો સંસદીય પ્રધાન આ મુદ્દા પર બેઠક કરે છે, તો તેમા સંસદ કેવી રીતે નિરંતર ચલાવવામાં આવે તેના પર મંથન થાય છે, તો તેમની પાર્ટી અને અન્ય વિપક્ષી દળ પણ આવવા માટે તૈયાર થશે.

મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીમાં પ. બંગાળમાં ભાજપને 42માંથી 18 બેઠકો પર અને ટીએમસીને 22 બેઠકો પર જીત મળી છે. પ.બંગાળની રાજકીય લડાઈ હવે કેન્દ્ર સરકાર સામે મમતા બેનર્જી નીતિગત મુદ્દાઓ પર પણ આગળ ધપાવવાનું ચાલું રાખી રહ્યા છે.

Exit mobile version