નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં જય શ્રીરામનું સૂત્ર લગાવવાની કિંમત ભાજપના કાર્યકર્તાઓને પોતાનો જીવ આપીને ચુકવવી પડી રહી છે. અહીં ભાજપ-ટીએમસી વચ્ચે થયેલી હિંસા થંભવાનું નામ લઈ રહી નથી. અવાર-નવાર કાર્યકર્તાઓના મોતના અહેવાલ સામે આવી રહ્યા છે. ભાજપે દાવો કર્યો છે કે પાર્ટીના ટેકેદારને જય શ્રીરામ બોલવા પર ટીએમસીના કાર્યકર્તાઓએ મોતને ઘાટ ઉથારી દીધો છે. ટીએમસીના ધારાસભ્ય સમીર પાંજાએ આરોપોને રદિયો આપતા કહ્યુ છે કે નિષ્પક્ષ તપાસ બાદ જ સત્યા સામે આવશે.
પોલીસે 3 વર્ષના સમતુલ ડોલોઈના મોતની પુષ્ટિ કરી છે. તેની લાશ અમતા પોલીસ સ્ટેશન વિસ્તારના સરપોતા ગામમાં ખેતરમાંથી મળી આવી છે. જો કે મોતના કારણો પર અધિકારીઓએ કંઈપણ જણાવ્યું નથી. ભાજપના જિલ્લાધ્યક્ષ અનુપમ મલિકે આ હત્યા માટે ટીએમસીને જવાબદાર ઠેરવી છે.
સ્થાનિક સૂત્રોનું કહેવું છે કે ડોલોઈ રવિવારે રાત્રે એક સમારંભમાં ગયા હતા. પરંતુ ઘરે પાછા ફર્યા નહીં, તેમની લાશ સોમવારે મળી આવી હતી. તેના પર ફંદો હતો. ભાજપના હાવડા ગ્રામીણ વિસ્તારના અધ્યક્ષ અનુપમ મલિકે દાવો કર્યો છે કે ડોલોઈ તેમનાપાર્ટીના ટેકેદાર હતા અને જય શ્રીરામ બોલવા પર ટીએમસીના લોકોએ તેમની હત્યા કરી દીધી હતી. તો ટીએમસીના ધારાસભ્ય સમીર પાંજાએ આરોપોને નામંજૂર કરતા કહ્યુ છે કે નિષ્પક્ષ તપાસ બાદ જ સત્ય સામે આવશે.
તો પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ભાજપના નેતા મુકુલ રોયે કહ્યુ છે કે આ જે અન્યાય અત્યાચાર મમતા કરી રહ્યા છે, ઈતિહાસ તેમને માફ કરશે નહીં. હું તેમને ખૂની મુખ્યપ્રધાનની ઉપાધિ આપું છું. રાજ્ય સરકારની પોલીસ પર અમારી આસ્થાન નથી. મમતા સરકારમાં કોઈ તપાસ થઈ નથી અને કેન્દ્રીય તપાસ કરવામાં આ અડચણ પહોંચાડશે. મહત્વપૂર્ણ છે કે મુકુલ રોય રાજકીય હિંસામાં માર્યા ગયેલા ભાજપના કાર્યકર્તાઓના શ્રાદ્ધમાં સામેલ થવા મટે સંદેશખાલી પહોંચ્યા છે.
મહત્વપૂર્ણ છે કે કેટલાક દિવસો પહેલા પશ્ચિમ બંગાળના 24 પરગણામાં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. મામલાની તપાસ કરી રહેલી પોલીસ પ્રમાણે, આ આખો મામલો પાર્ટીના ઝંડાને ઉતારવાથી શરૂ થયો હતો.