Site icon Revoi.in

નરેન્દ્ર મોદીને પીએમ માનતી નથી, 23 મે બાદ નવા પીએમ સાથે કરીશ વાત : મમતા બેનર્જી

Social Share

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખો શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે ગોપીબલ્લવપુરની સભા દરમિયાન કહ્યુ છે કે હું આ વડાપ્રધાન (નરેન્દ્ર મોદી)ને માનતી નથી. હું 23 મેના રોજ ચૂંટણી પરિણામો બાદ નવા વડાપ્રધાન સાથે વાતચીત કરીશ.

મમતા બેનર્જીએ આ પ્રતિક્રિયા ત્યારે આપી છે કે જ્યારે વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં જ તેમના ઉપર અસહયોગનો આરોપ લગાવ્યો છે. નરેન્દ્ર મોદીએ પૂર્વ મિદનાપુરના તમલુકમાં એક ચૂંટણી સભામાં કહ્યુ હતુ કે પ. બંગાળની સ્પીડબ્રેકર દીદી (મમતા બેનર્જી) વાવાઝોડાગ્રસ્ત વિસ્તારમાં રાહત કાર્યો સાથે જોડાયેલા મામલા પર પણ રાજકારણ ખેલી રહ્યા છે. મે તેમની સાથે આ મુદ્દા પર ફોન પર વાત કરવાની કોશિશ કરી હતી. પરંતુ તેમણે જવાબ આપ્યો નથી. હું તેમ છતાં પણ રાહ જોતો રહ્યો કે કદાચ તેઓ વળતો ફોન કરશે. પરંતુ તેમણે તે પણ કર્યું નહીં.

વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે મને બંઘાલના લોકોની ચિંતા હતી. માટે મે તેમને ફરીથી ફોન કર્યો. તેમણે ત્યારે પણ જવાબ આપ્યો નહીં. આનાથી તમે અંદાજ લગાવી શકો છો કે રાજકારણ તેમને કેટલી હદે બંગાળના લોકોનું હિત કરવાથી રોકી રહ્યું છે. જવાબમાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે વડાપ્રધાન બંગાળમાં વાવાઝોડાંગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવ્યા નથી. તેઓ ઝારગ્રામમાં ચૂંટણીસભા માટે આવ્યા હતા. તે દરમિયાન તેઓ કલાઈકુંડામાં ઉતર્યા અને વાવાઝોડાંથી પેદા થયેલી સ્થિતિની સમીક્ષા બેઠક બોલાવી લીધી હતી. તેવી રીતે રાજકારણ તો તેઓ કરી રહ્યા છે.