Site icon hindi.revoi.in

જગનમોહન રેડ્ડી બાદ હવે મમતા બેનર્જી માટે કામ કરશે જેડીયુના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર!

Social Share

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધન મમતા બેનર્જીએ ચૂંટણી વ્યૂહરચનાકાર અને જનતાદળ યૂનાઈટેડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર સાથે ગુરુવારે મુલાકાત કરી છે. સૂત્રો મુજબ, પ્રશાંત કિશોર હવે મમતા બેનર્જી માટે કામ કરશે. આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડીને વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત જીત અપાવવા પાછળ પ્રશાંત કિશોરનું જ દિમાગ હતું. મમતા બેનર્જી અને પ્રશાંત કિશોર વચ્ચે બે કલાક લાંબી બેઠક યોજાઈ હતી.

પ્રશાંત કિશોર એક માસ બાદ મમતા બેનર્જી માટે કામ કરવાનું શરૂ કરશે. લોકસભા ચૂંટણીમાં બંગાળમાં ભાજપને 18 બેઠકો મળ્યા બાદ મમતા બેનર્જીની જમીન ધસવાની આશંકા સતાવી રહી છે. માટે 2021ની વિધાનસભા ચૂંટણી માટે ટીએણસી ભાજપને જડબાતોડ જવાબ આપવા માટે કોઈ કોરકસર છોડવા ઈચ્છતી નથી. કોલકત્તામાં બેઠક બાદ મમતા બેનર્જીએ પ્રશાંત કિશોર માટે હામી ભરી છે.

પ્રશાંત કિશોર જાણીતા ચૂંટણી રણનીતિકાર છે. વિધાનસભાની ચૂંટણીઓમાં પોતની રણનીતિથી તેમણે ચંદ્રબાબુ નાયડુને સત્તાની બહાર કર્યા છે. તેમની ચૂંટણી વ્યૂહરચનાને કારણે જગનમોહન રેડ્ડીની વાઈએસઆર કોંગ્રેસે આંધ્રપ્રદેશની તમામ 25 બેઠકો જીતી અને વિધાનસભામાં 175માંથી 150 બેઠકો પર કબજો જમાવ્યો છે.

પ્રશાંત કિશોર ગત વર્ષ સક્રિય રાજકારણમાં આવ્યા હતા. તેમને જેડીયુના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પરંતુ ચૂંટણીમાં પાર્ટીએ તેમને કોઈ કામ આપ્યું નહીં. મહત્વપૂર્ણ છે કે પ્રશાંત કિશોરે 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદી માટે કેમ્પેન ડિઝાઈન કર્યું હતું. બાદમાં 2015માં નીતિશ કુમારની જીતમાં પણ તેમનો જ હાથ હતો. પરંતુ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તે કોંગ્રેસને ઉત્તરપ્રદેશમા જીત અપાવી શક્યા નથી. તેના પછી તેમણે ખુદને લો-પ્રોફાઈલ કરી લીધા હતા. જો કે પંજાબમાં કોંગ્રેસને તેમની રણનીતિથી સત્તા પ્રાપ્ત થઈ હતી.

Exit mobile version