Site icon hindi.revoi.in

ઝાકીર નાઈકે મલેશિયન હિંદુઓ પર ઉઠાવ્યા સવાલ, કાર્યવાહીની શક્યતા

Social Share

મલેશિયન સરકારના એક પ્રધાને વિવાદીત મુસ્લિમ ઉપદેશક ઝાકીર નાઈકને લઈને નિવેદન આપ્યું છે. માનવ  સંસાધન પ્રધાન એમ. કુલેગરને ક્હ્યુ છે કે તે કેબિનેટ બેઠકમાં મુસ્લિમ ઉપદેશક ડૉ. ઝાકીર નાઈકના મલેશિયામાં ભારતીયો વિરુદ્ધ કથિત ઉશ્કેરણીના મુદ્દાને ઉઠાવશે. ઝાકીર નાઈકે કહ્યુ હતુ કે મલેશિયામાં રહેતા હિંદુ મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદથી વધારે નરેન્દ્ર મોદી પ્રત્યે વફાદાર છે.

તેમણે કહ્યુ છે કે ઝાકીર નાઈકને મલેશિયાના મામલાની ટીકા અથવા સ્થાનિક સમુદાયમાં હસ્તક્ષેપ કરવાનો હક નથી. પ્રધાને કહ્યુ છે કે ઝાકીર નાઈક એક બહારી વ્યક્તિ છે, એક ભાગેડું છે અને તેને મલેશિયાના ઈતિહાસની ખૂબ ઓછી જાણકારી છે. માટે તેને સ્થાનિક લોકોને નીચા દેખાડવા જેવો વિશેષાધિકાર આપવો જોઈએ નહીં.

પ્રધાને ક્હયુ છે કે ઝાકીર નાઈકનું નિવેદન કોઈપણ પ્રકારે મલેશિયાના સ્થાનિક નિવાસી હોવાનો માપદંડ નથી. માટે મલેશિયાના હિંદુઓ પર સવાલ ઉઠાવનારા ઝાકીર નાઈક પર કાર્યવાહી થવી જોઈએ. મહત્વપૂર્ણ છે કે ઝાકીર નાઈક ભારતમાં નફરત ફેલાવનારા પોતાના ભાષણોથી યુવાનોને આતંકવાદી ગતિવિધિઓ માટે ઉશ્કેરણી અને મની લોન્ડ્રિંગના મામલામાં આરોપી છે.

મહત્વપૂર્ણ છે કે જુલાઈમાં ઝાકીર નાઈકે મલેશિયામાંથી ડિપોર્ટ નહીં કરવા બદલ મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદનો આભાર માન્યો હતો. આના પહેલા ભારતે જાન્યુઆરીમાં મલેશિયાની સકરાર સાથે ઝાકીર નાઈકને સ્વદેશ મોકલવાનો ઔપચારીક અનુરોધ કર્યો હતો, ત્યારે મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે પણ ઝાકીર નાઈકનું સમર્થન કર્યું હતું.

Exit mobile version