1. Home
  2. revoinews
  3. મશહૂર મલયાલમ દિગ્દર્શક કે.આર. સચિદાનંદનનું નિધન
મશહૂર મલયાલમ દિગ્દર્શક કે.આર. સચિદાનંદનનું નિધન

મશહૂર મલયાલમ દિગ્દર્શક કે.આર. સચિદાનંદનનું નિધન

0
  • મલયાલમ દિગ્દર્શક કે.આર. સચિદાનંદન ઉર્ફે સૈચીનું કોચીમાં નિધન
  • હૃદયરોગની બિમારીથી પીડાય રહ્યા હતા
  • 13 વર્ષથી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરી રહ્યા હતા કામ
  • સાચી-સેતુ, ચોકલેટ, રોબિનહૂડ, સિનિયર્સ જેવી લખી હતી ફિલ્મો

વર્ષ 2020 ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ રહ્યું છે. એક પછી એક મશહૂર હસ્તીઓ અચાનક જ આ દુનિયા છોડીને જઇ રહી છે. સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં દુઃખને લોકો હજી પણ ભૂલી શક્યા નહીં કે ત્યાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મલયાલમના પ્રખ્યાત લેખક-દિગ્દર્શક કે.આર. સચિદાનંદન ઉર્ફે સૈચીનું ગુરુવારે સાંજે કોચીમાં નિધન થયું હતું.

કે.આર. સચિદાનંદન હૃદયરોગ સંબધી બીમારીથી પીડાય રહ્યા હતા. તેમને મંગળવારે હાર્ટ એટેક આવ્યો હતો અને ડોકટરોના જણાવ્યા મુજબ તેમની હાલત ખૂબ જ નાજુક હતી. સૈચીને જે સમયે હાર્ટ એટેક આવ્યો તે સમયે કમરમાં કરાવેલી સર્જરીથી સ્વસ્થ થઈ રહ્યા હતા.

ભૂતકાળમાં પૃથ્વીરાજ, બીજુ મેનન, રંજીત અને બી. ઉન્નીકૃષ્ણન જેવા પ્રખ્યાત ફિલ્મ હસ્તીઓ કે.આર. સચિદાનંદનની મદદ કરવા આગળ આવ્યા. તેમણે એયર એમ્બ્યુલન્સ દ્વારા જરૂરી હોય તો સૈચીને બીજી હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરવાની ઇચ્છા પણ જાહેર કરી હતી.

મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કે.આર. સચિદાનંદનને એક ઉત્તમ કાર્ય કર્યું છે. સતત છેલ્લા 13 વર્ષથી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા હતા. સૈચીએ 2015 માં દિગ્દર્શકની શરૂઆત કરી હતી. તેણે સાચી-સેતુ, ચોકલેટ, રોબિનહૂડ, મેકઅપ મેન અને સિનિયર્સ જેવી ફિલ્મો લખી હતી.

વર્ષ 2012 માં તેણે ફિલ્મ રન બેબી રન ફિલ્મના મુખ્ય સ્ક્રીપ્ટ લેખક તરીકે કામ કર્યું હતું. દિગ્દર્શક તરીકેની તેમની બીજી ફિલ્મ Ayyappanum Koshiyum હતી. જેણે લોકડાઉનમાં કમાણીનો રેકોર્ડ પણ તોડયો હતો.

(Devanshi)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.