સાહિન મુલતાની-
- ખોરાકમાં શાકભાજીનો મહત્તમ ઉપયોગ કરો
- શરિરને તંદુરસ્ત રાખવા માટે શાકભાજીનું સેવન જરુરી
- શિયાળામાં તમામ શાકભાજી સરળતાથી મળી રહે છે
હાલ ઠંડીની સિઝન શરુ થઈ ચૂકી છે, અને સાથે-સાથે દરેક પ્રકારના લીલા શાકભાજી પણ આ સિઝનમાં આવતા હોય છે, તો આપણે પણ તેનો લાભ ઉઠાવવો જોઈએ અને ખોરાકમાં શાકભાજીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ, શાકભાજીથી આપણા શરિરને પુરતા પ્રમાણમાં પોશક તત્વો મળી રહે છે,સ્વસ્થ રહેવા માંગો છો તો રોજ લીલા શાકભાજી તો ખાવા જ જોઈએ.
આપણે જાણીએ છીએ તેમ લીલા શાકભાજી અને ફળોમાં અનેક એવા ગુણ હોય છે જે શરીરમાં થતા નુકશાનને અટકાવે છે અને શરીર તંદુરસ્ત રાખે છે, અનેક પ્રકારના રોગોમાંછી મુક્તિ અપાવવામાં પણ લીલી શાકભાજીનો રોલ મહત્વનો છે સામાન્ય રીતે દરેક ડોક્ટરો આપણાને શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે અને શાકભાજીમાં એવા પોષક તત્વો હોય છે કે જે હ્રદય સંબંધી રોગ થવાની શક્યતાઓ ઓછી કરે છે.શાકભાજી શરીરમાંથી ચરબી ઓછી કરવામાં ખુબ જ મદદ કરે છે.
શાકભાજી ખાવાથી થતા ફાયદાઓ
1 શાકભાજી બ્લડ પ્રેશર ઓછુ કરવામાં મદદરુપ
જે લોકોને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય છે તેઓ લીલા શાકભાજીનુ સેવન નિયમિત રૂપે કરે તો તેનાથી ઘણો ફાયદો થાય છે
2 લીલા શાકભાજી લોહી શુદ્ધ કરે છે અને લોહી વધારે છે
શરીરમાં લોહીની ઉણપ થતા પાલક જેવી ભાજી ખૂબ ફાયદા કારક છે જેનાથી શરીરમાં આયરન વધે છે અને ભરપૂર પ્રમાણમાં લોહી બને છે. સાથે જ શાકભાજીમાં મેગ્નેશિયમ હોય છે જેનાથી બીપી પણ નિયંત્રણમાં રહતું જોઈ શકાય છે.
3 કેંસર સામે લડવામાં મદદ રુપ છે શાકભાજી
સામાન્ય રીતે લીલા શાકભાજીઓમાં ઘણા ગુણતત્વો રહેલા હોય છે જે શરીરને ખૂબ મજબૂત બનાવે છે. જેમાં વિટામિન સી પણ હોય છે જે શરીરને કેંસર જેવી ઘાતક બીમારી સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે
4 મેદસ્વિતાપણું ઘટાડવામાં શાકભાજી મદદરુપ થાય છે
લીલા શાકભાજીઓનુ સેવન કરવાથી શરીરમાં વધતી ચરબી કંટ્રોલમાં રહે છે, જેથી આપણું શરીર સ્વસ્થ પણ રહે છે. એક સ્ટડિ પ્રામણે મુજબ જે સ્ત્રીઓ શાકભાજી અને બીન્સનું સેવન કરે છે તે સ્ત્રીઓ માંસાહાર કરતી મહિલાઓ કરતા વધુ સ્વસ્થ જોવા મળે છે તેથી વિશેષ કે આવી મહિલાઓમાં કેંસર થવાનો ભય 33 ટકા ઓછો છે.
5 એંટીઑક્સીડેંટથી પ્રતિરોધક ક્ષમતામાં વધારો કરે છે શાકભાજી
લીલા શાકભાજી અને ફળોમાં એંટીઓક્સીડેંટની માત્રા ખૂબ હોય છે. તેનાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. સાથે જ તેમા જીવાણુરોધી ગુણ પણ રહેલો હોય છે.