
સાહીન મુલતાની–
સામગ્રી
- 500 ગ્રામ -ટામેટા (બાફીને છાલ કાઢેલા)
- 1 ચમચી – ચીઝ( છિણેલું)
- 1 ચમચી- કર્ન ફ્લોર
- 1 ચમચી – લસણ (જીણું સમારેલું)
- 1 ચમચી – આદુ (જીણુ સમારેલું)
- 1 ચમચી – જીરુ
- અડધી ચમચી – મરીનો પાવડર
- અડધી ચમચી -અજીનો મોટો ( વૈકલ્પિક છે)
- સ્વાદ મુજબ – મીઠૂં
હવે વરસાદની મોસમને થોડા જ દિવસોની વાર છે,ત્યારે વરસતા વરસાદમાં દરેકને શરદીની ફરીયાદ રહે છે ત્યારે આવા સમયે આપણાને ગરમા-ગરમ પીણું પીવાનું ખુબ મન થાય છે,ત્યારે આજે તમારી આ ફરીયાદને દુર કરીશું,અને આપણે ઘરે જ બનાવીશું ટામેટાનું ગરમા ગરમ સુપ,જે ખુબ જ ઓછા મસાલામાં અને થોડી જ મિનીટોમાં રેડી જઈ જશે,અને તે પણ ખુબ જ હેલ્ધી અને બહાર રેસ્ટોરન્ટ જેવા સ્વાદનું,તો ચાલો આજે ઘરે જ બનાવીએ બહારના ટેસ્ટનું આ સુપ
સુપ બનાવવાની રીત – સૌ પ્રથમ ટામેટાને ચાર ચીરા પાડીને બાફી લો,જ્યારે છાલ નિકળવા લાગે ત્યારે ગેસ બંધ કરીને ટામેટાની છાલ કાઢી લો,હવે આ ટામેટાને મિક્સમ મશીનમાં ક્રશ કરીલો,આ ટામેટાની પ્યોરી તૈયારી છે.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને જીરુ લાલ કરો,ત્યાર બાદ તેમાં લસણ,આદુ સાંતળી લો,હવે તેમાં મરીનો પાવડર,મીઠૂં અને આજીનોમોટો એડ કરીને બરાબર સાંતળી લો,હવે પહેલાથી તૈયાર કરેલી ટાેટાની પ્યોરી એડ કરો,ત્યાર બાદ એક કપ પાણીમાં કર્નફ્લોર મિક્સ કરીને તે પાણી ટામેટા પ્યોરીમાં એડ કરી ચમચા વડે બરાબર ફેરવતા રહો,હવે આ સુપ જ્યા સુઘી ધાટ્ટુ થાય ત્યા સુધી ગેસ પર ઘીમી આંચે ઉકાળતા રહો,આમ કરવાથી કર્નફ્લોર બરાબર પ્યોરીમાં એડ થઈને ઘટ્ટ થઈ જશે, હવે તેમાં ચીઝ એડ કીરલો, તૈયાર છે તમારું ગરમા ગરમ ટામેટા સુપ ,આ સુપમાં તમે ફ્રાઈ કરેલ નૂડલ્સ નાખીને પણ સર્વ કરી શકો છો,જો તમને મલાઈ પસંદ હોય તો તમે એક ચમચી મલાઈ એડ કરીને પણ સર્વ કરી શકો છો.તે સાથે તમે આ સુપમાં ટોસ્ટાના ટૂકડા પણ એડ કરી શકો છો.