- રેલ્વેની આવક કરતા વધી જાવક
- કરોડો ટિકિટ રદ થતા પુરેપુરા પૈસા રેલ્વે એ પરત કર્યા
- ભારતીય રેલ્વેએ કુલ 2727 કરોડ રુપિયા ગ્રાહકોને ચૂકવ્યા
- 5 મહિનામાં કુલ 1 કરોડ 78 લાખ 70 હદાર 644 ટિકિટો રદ થઈ
ભારતીય રેલ્વેને રદ થયેલી ટિકિટના પૈસાની ચૂકવણી કરતા માટો ફટકો પડ્યો છે, ભારતીય રેલ્વે એ કોરોના મહામારીને ધ્યાનમાં લઈને માર્ચ મહિનાની 25 તારિખથી જ પેસેન્જર ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લીધો હતો, જેને લઈને રેલ્વે એ છેલ્લા 5 મહિનામાં કુલ 1 કરોડ 78 લાખ 70 હજાર 644 ટિકિટો રદ કરી છે, આ ટિકિટના વળતર રુપે રેલ્વે એ કુલ 2,727 કરોડ રુપિયા ચૂકવવાનો વારો આવ્યો છે,જે ટિકિટમાંથી થયેલી તેની કમાણી કરતા ખુબ વધુ છે.
સુચના અધિકાર હેઠળ મળતી માહિતી પ્રમાણે, આ સમયગાળા દરમિયાન ભારતીય રેલ્વે એ કુલ 1 કરોડ 78 લાખ 70 હજારથી પણ વધુ ટિકિટો રદ કરી છે, અને તેના બદલામાં 2727 કરોડ રુપિયા ગ્રાહકોને ચૂકવવા પડ્યા છે,જે પ્રમાણે રેલ્વેને મોટૂ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે,
મધ્ય પ્રદેશના ચંદ્રશેખર ગોડ દ્વારા આ આરટીઆઈ દાખલ કરવામાં આવી હતી જેના વળતા જવાબમાં રેલ્વે દ્વારા કહેવામાં આવ્યું કે,. “કોરોના મહામારીના કારણે જેટલી પણ ટિકિટો રદ કરવામાં આવી છે તે માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ કાપવામાં આવ્યો નથી જે તે ગ્રાહકોને પુરેપુરું વળતર આપવામાં આવ્યું છે”.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જમાવ્યા અનુસાર, પ્રથમ વખત રેલ્વેને ટિકિટ બુકિંગ કરતા જે પૈસા મળ્યા હતા ત્તેનાથી વધુ પૈસા પાછા આપવા પડ્યા છે, વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં, પેસેન્જર સેગમેન્ટમાં રેલ્વેની આવક રૂ. 1066 કરોડ ઘટી ગઈ છે. ગયા વર્ષે 1 એપ્રિલથી 11 ઓગસ્ટની વચ્ચે, રેલ્વે 3,660.08 કરોડ રૂપિયા પરત કર્યા અને તે જ સમયગાળામાં રેલ્વે એ રૂ. 17,309.1 કરોડની આવક કરી હતી ત્યારે ચાલુ વર્ષ દરમિયાન રેલ્વેની આવક કરતા જાવક વધી એમ કહી શકાય.
એવું પ્રથમ વખત બનવા પામ્યું છે કે,રેલ્વે એ જેટલી ટિકિટો વેચી હતી અને જે રકમ મળી હતી તેનાથી વધુ રકમ રેલ્વે એ ગ્રાહકોને પરત કરવામાં ખર્ચ કરવી પડી છે,એક અધિકારીએ આ સમગ્ર બાબતે કહ્યું હતું કે, ટ્રેનની સેવાઓ મુલતવી રાખવાના કારણે એપ્રિલ, મે અને જૂન માટે બુક કરાયેલ ટિકિટની રકમ પરત કરવામાં આવી હતી, જ્યારે 3 મહિના સુધી ટિકિટનું બુકિંગ પણ નહીવત માત્રામાં થયું છે, કારણ કે આ સમયગાળા દરમિયાન અનેક ટ્રેનો પણ બંધ હતી.
સાહીન-