- મધ્યપ્રદેશમાં હાઈપ્રોફાઈલ હનીટ્રેપનો મામલો
- કોંગ્રેસના આઈટી સેલના નેતાની કરાઈ ધરપકડ
- મામલામાં અન્ય ત્રણ મહિલાઓ પણ એરેસ્ટ
ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી હની ટ્રેપના હાઈપ્રોફાલઈ મામલાનો ખુલાસો થયો છે. મામલામાં પોલીસે 3 મહિલા સહીત એક શખ્સની ધરપકડ કરી છે. જણાવવામાં આવે છેકે તમામ લોકો હની ટ્રેપ દ્વારા અધિકારી અને પ્રધાનને બ્લેકમેલ કરતા હતા. હાલ ઈન્દૌર પોલીસની ચાર સદસ્યની ટીમ ભોપાલના ગોવિંદપુરા પોલીસ સ્ટેશનથી ત્રણ મહિલાઓને લઈને રવાના થઈ છે. ભોપાલ પોલીસ આ મામલામાં કંઈપણ જાણકારી આપવાથી બચતી દેખાઈ છે.
મીડિયા અહેવાલ મુજબ, ગોવિંદપુરા પોલીસે મંગળવારે ત્રણ મહિલાઓ અને 1 પુરુષની ધરપકડ કરી છે. આ લોકો મળીને અધિકારીઓ અને પ્રધાનોને ફસાવીને નાણાં ઓકાવાનું કામ કરતા હતા. આ મામલાનો ખુલાસો થયા બાદ પોલીસે ગેંગના ચાર સદસ્યોની ધરપકડ કરી છે. હાલ તમામ લોકોની પૂછપરછ હાથ ધરાઈ છે.
એટીએસની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ હની ટ્રેપ કાંડમાં કોંગ્રેસ આઈટી સેલનો નેતા પણ સામેલ છે. તેનું નામ અમિત સોની છે. પોલીસે અમિત સોનીની પત્ની બરખા સોનીની પણ ધરપકડ કરી છે. તેના સિવાય ધરપકડ કરાયેલી બે મહિલાઓના નામ શ્વેતા જૈન હોવાનું પણ મીડિયા અઙેવાલમાં જણાવાય રહ્યું છે.
જણાવવામાં આવે છે કે પૂછપરછ દરમિયાન ઈન્દૌર અને ભોપાલ એટીએસ પોલીસને યુવતીઓના મોબાઈલમાંથી ઘણાં વીડિયો મળ્યા છે. વીડિયોની તપાસ કરાઈ રહી છે. વીડિયોને જોઈને અંદાજ લગાવાય રહ્યો છે કે ગેંગના લોકો હાઈપ્રોફાઈલ લોકોને બ્લેકમેલ કરી ચુક્યા છે.