મહારાષ્ટ્રમાં મોનસૂને દસ્તક દીધી છે. શુક્રવારે સવારે માયાનગીર મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં જબરદસ્ત વરસાદ થયો છે. આ ચોમાસાનો પહેલો જોરદાર વરસાદ છે. વરસાદને કારણે મુંબઈગરાઓને ગરમીમાંથી રાહત તો મળી છે. પરંતુ તેની સાથે જ આફત પણ મળી છે.
વરસાદના કારણે મુંબઈના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયુ છે. તેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. વરસાદને કારણે મુંબઈના તાપમાનમાં પણ ઘટાડો થયો છે. અત્યારે મુંબઈનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચ્યું છે.
મુંબઈમાં ભારે વરસાદની અસર દેખાવાની શરૂ થઈ ચુકી છે. કેટલાક સ્થાનો પર પાણી ભરાવાના અહેવાલ છે. અંધેરી, ધારાવી, વસઈ, કાંદિવલી, બોરિવલી સહીત ઘણાં વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાયા છે. ટ્રાફિક ધીમી ગતિએ ચાલી રહ્યો છે.
ગુરુવારે સ્કાઈમેટનું અનુમાન હતું કે આઘામી 48 કલાકમાં મુંબઈમાં 100 મીમી સુધી વરસાદ થશે. મોનસૂન જુલાઈના પહેલા સપ્તાહમાં દિલ્હી પહોંચી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી કેટલાક કલાકોમાં સતત ભારે વરસાદ થવાની શક્યતા છે.
એટલું જ નહીં, મુંબઈ એરપોર્ટ પાસે વિજિબિલિટી પણ ઓછી થઈ ચુકી છે. અત્યારે એરપોર્ટ પર વિજિબિલિટી 700 મીટરની આસપાસ છે. જેના કારણે ઉડાણમાં મુશ્કેલી આવી શકે છે. આ દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે.
આના પહેલા પણ મુંબઈમાં વરસાદ આફત બનતો રહ્યો છે. અહીં એકાદ-બે કલાકના વરસાદને કારણે પણ પાણી ભરાઈ જાય છે. લોકો માટે આનાથી મુશ્કેલીઓ પેદા થતી રહે છે. સામાન્ય લોકો સતત સોશયલ મીડિયા પર વીડિયો અને તસવીરો ટ્વિટ કરીને બીએમસીને સવાલ કરી રહ્યા છે.
વરસાદને કારણે સડકો પર પાણી એકઠું થઈ રહ્યું છે અને ભીષણ જામની સ્થિતિ પણ પેદા થઈ રહી છે. લોકો સોશયલ મીડિયા પર શેયર કરી રહ્યા છે કે જેટલો સમય મુંબઈથી પુણેની 143 કિલોમીટરની મુસાફરીમાં લાગે છે, તેટલો સમય બોરિવલીથી નરિમન પોઈન્ટના 43 કિલોમીટરનું અંતર કાપવામાં લાગે છે. તેના સિવાય સોશયલ મીડિયા પર લોકો બીએમસીને પાણી ભરાવાની સ્થિતિ બાબતે અવગત કરી રહ્યા છે.