Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં વરસાદ ગાંડોતૂર,24 કલાકમાં 25 લોકોના મોત,કેરળના 8 જીલ્લા પુરગ્રસ્ત

Social Share

24 કલાકમાં 25 લોકો મોતને ભેટ્યા

 કેરળના 8 જિલ્લા પૂરગ્રસ્ત ,

6 રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી

50 હજાર લોકોને સુરક્ષિત ખસેડાયા

દેશમાંભરમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ઠેર ઠેર રાજ્યોમાં પુર જેવી સ્થિતી સર્જાય છે  ત્યારે દેશના મહારાષ્ટ્ર,કર્નાટક અને મધ્ય પ્રદેશમાં વરસાદે તાંડવ મચાવ્યું છે, સતત વરસી રહેલા વરસાદના કારણે લોકોનું જનજીવન ખોળવાયું છે,અનેક લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

ત્યારે મહારાષ્ટ્રની વાત કરીયે તો મહારાષ્ટ્રના 5 જીલ્લામાં પૂરની પરિસ્થિતી જોવા મળી છે, છેલ્લા 24 કલાકમાં ભારે પડેલા વરસાદના કારણે 25 લોકોના મોત નિપજ્યા છે જેમાં સાંગલીમાં 11 લોકો,સતારામાં 7 લોકો,પૂણેમાં 4 લોકો, કોલ્હાપુરમાં 2 અને સોલાપુરમાં 1 મ કુલ 25 લોકો અત્યાર સુધી મોતને ભેટ્યા છેત્યારે 45 હજારથી પણ વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

ત્યારે છેલ્લ બે ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદના કારણે બનેલી ઘટનાઓમાં દુ 9 લોકોનાં મોત થયાં છે. બેલગાવી જિલ્લાના હાલાત ગંભીર જોવા મળ્યા છે.અત્યાર સુધી અહિ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 40 હજારથી વધુ લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળોએ સ્થળાંતર કરાવ્યું છે.ઉત્તર કન્નડ જિલ્લામાં ભારે વરસાદથી બે લોકોનાં મોત થઈ ચુક્યા છે ત્યારે હાલની પરિસ્થિતી પણ ખુબજ ગંભીર જોવા મળી છે

જ્યારે દેશના કેરળ જીલ્લામાં હાલ સુધી 3500 લોકોને 30  અલગ અલગ રાહત કેમ્પમાં પહોંચાડવામાં આવ્યા છે,કેરળના 8 જિલ્લામાં પૂરની સ્થિતિ છે જેને લઈને કેટલાક લોકો હાલાકી ભોગવી રહ્યા છે આ ચોમાસામાં કેરળમાં વરસાદથી થયેલા અકસ્માતમાં 29 લોકોનાં મોત થયાં છે. કર્ણાટકના કોડગુ જિલ્લાનાં 13 ગામના 90 વ્યક્તિઓને સહીસલામત  સ્થળાંતર કરાવવામાં આવ્યું છે

ત્યારે હવામાન વિભાગ દ્રારા 6 રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
હવામાન વિભાગે ગુજરાત, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન,ગોવા, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદના કારણે એલર્ટ જાહેર કરવામાં,પૂર્વોત્તર, મધ્ય, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં 50 કિ.મી.ની ઝડપથી પવન આવવાની પણ આગાહી કરવામાં આવી છે.ત્યારે હવામાન વિભાગે હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,