Site icon hindi.revoi.in

મહારાષ્ટ્ર : વિધાનસભા ચૂંટણી પહેલા શરદ પવારને આંચકો, મુંબઈ NCP અધ્યક્ષ શિવસેનામાં જોડાયા

Social Share

મુંબઈ  : મહારાષ્ટ્રમાં નવેમ્બરમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા શરદ પવારની પાર્ટી એનસીપીને રાજ્યમાં મોટો રાજકીય આંચકો લાગ્યો છે. મુંબઈ એનસીપીના પ્રમુખ સચિન અહિર ગુરુવારે શિવસેનામાં સામેલ થયા છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સચિન અહિરને શિવસેનામાં સામેલ કરાવ્યા છે. તેના પહેલા સચિન અહિરે એનસીપીમાંથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

સૂત્રો પ્રમાણે, ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને એનસીપીના નેતા છગન ભુજબળ પણ શિવસેનાના સંપર્કમાં છે. તેઓ આના પહેલા શિવસેનામાં જ હતા. જો કે ભુજબળે તેમના શિવસેનામાં જોડાવાની અટકળોને રદિયો આપ્યો છે. ધારાસભ્ય વૈભવ પિચડના પણ ભાજપમાં સામેલ થવાની સંભાવનાઓને લઈને અટકળબાજી ચાલી રહી હતી.

તાજેતરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલે કહ્યુ હતુ કે એનસીપી અને કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓ પાર્ટી છોડે તેવી શક્યતા છે. તેમા પહેલું નામ સચિન અહિરનું લેવામાં આવતું હતું.

સચિન અહિર એનસીપીના મોટા નેતા માનવામાં આવે છે. મુંબઈના વર્લી વિસ્તારમાંથી તેઓ આવે છે. શરદ પવારના નિકટવર્તી રહી ચુક્યા છે. પુરોગામી સરકારમાં પ્રધાન પણ રહી ચુક્યા છે. સચિન અહિર એનસીપી છોડીને શિવસેનામાં સામેલ થવાને શરદ પવારની પાર્ટી માટે મોટો આંચકો માનવામાં આવે છે.

Exit mobile version