Site icon Revoi.in

મહારાષ્ટ્ર ચૂંટણી પૂર્વે ફડણવીસને મોટો ઝટકો- એફિડેવિટમાં ખોટી માહિતી આપવા બદલ કેસ દાખલ

Social Share

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીસને સુપ્રિમ કોર્ટે એક મોટો ઝટકો આપ્યો છે,મુખ્ય મંત્રી પર  જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ કેસ ચાલશે, હાઈકોર્ટના આદેશને ખસેડતા સુપ્રીમ કોર્ટે સુનાવણીનો આદેશ આપ્યો છે, સીજીઆઈની અધ્યક્ષતાવાળી 3 જજોની બેંચે કહ્યું કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ કેસની સુનાવણી ચાલશે,કોર્ટે કહ્યું કે, કે ફડણવીસ વિરુદ્ધ પ્રથમ કેસ ચાલી રહ્યો છે. આ આખો મામલો ચૂંટણીના એફિડેવિટમાં બે ગુનાહિત કેસોની માહિતી છુપાવવાનો છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ પર 2014ની ચૂંટણીના એફિડેવિટમાં બે ગુનાહિત કેસાની જાણકારી છુપાવવા માટેનો રોપ લાગ્યો છે,આ બન્ને કેસ નાગપુરના છે,એક કેસ માનહાનિનો છે તો બીજો કેસ છેતરપીંડિનો છે,વકીલ સતીશ ઉઈકે  સુપ્રીમ કોર્ટમાં  અરજી દાખલ કરીને રોપ લગાવ્યો છે કે,વર્ષ 2014મા ચૂંટણીની ઉમેદવારી વખતે ફડમવીસે ખોટુ એફિડેવિટ કર્યું હતું,ત્ જોતા તેમની હાલની ટૂંટણી રદ કરવામાં આવે.

સીજેઆઈની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની ખંડપીઠે જણાવ્યું હતું કે, ફડણવીસ સામે લોકોની રજૂઆત પ્રમાણે કાયદા હેઠળ કેસ ચલાવવામાં આવશે. કોર્ટે કહ્યું કે ફડણવીસ વિરુદ્ધ પ્રથમ કેસનો કેસ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે ફડણવીસ દક્ષિણ નાગપુર વિધાનસભાની ચૂંટણીનું ફોર્મ ભરી રહ્યા છે.