મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રાણેના પુત્ર અને કોંગ્રેસ ધારાસભ્ય નિતેશ રાણે પર એન્જિનિયરની સાથે મારામારી, ગાળાગાળી અને કીચડ નાખવાનો આરોપ લાગ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યને પોતાના આ હરકત પર જરા પણ પસ્તાવો નથી.
આરોપી ધારાસભ્ય સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેમને એફઆઈઆરનો પણ ડર નથી. જો કે આ હરકત પર નિતેશ રાણે વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ ચુકી છે.
આ ઘટના પર નિતેશ રાણેનું કહેવું છે કે લોકોએ સડક માટે પોતાની જમીન આપી છે. સડકની સ્થિતિ ખરાબ છે. તેના કારણે આમ કરવું પડશે. આ અધિકારી અભિમાની છે. માટે તેમને પાઠ ભણાવવાની જરૂરત છે. મારી વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવે છે, તો મને તેની પરવાહ નથી. હવે વ્યક્તિગત રીતે હું કામ પર નજર રાખીશ.
કોંગ્રેસના ધારાસભ્ય નિતેશ રાણે વિરુદ્ધ સિંધુદુર્ગ જિલ્લાના કુડાલ પોલીસ સ્ટેશનમાં કેસ પણ દાખલ થઈ ગયો છે. પીડિત એન્જિનિયરે તેમની વિરુદ્ધ થયેલા ઉત્પીડન પર પોલીસમાં એફઆઈઆર દાખલ કરાવી છે.
ધારાસભ્ય નિતેશ રાણે ગુરુવારે કણકવલી પાસે હાઈવેનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. તે વખતે નિતેશ રાણેને જ્યારે હાઈવે પર ખાડા જોવા મળ્યા તો તેઓ ભડકી ગયા હતા. તેમણે એન્જિનિયર પ્રકાશ શેડકરને ત્યાં બોલાવ્યા અને તેમની સાથે ગાળાગાળી કરી અને પછી કીચડથી ભરેલી ડોલ પ્રકાશ શેડકર પર નાખી દીધી હતી.
તે પછી તે જે પુલ પર ઉભા હતા, તે પુલ પરથી એન્જિનિયરને બાંધવાની પણ કોશિશ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય નિતેશ રાણેએ એન્જિનિયર સાથે ગેરવર્તનનો વીડિયો ફેસબુક પેજ પર પણ શેયર કર્યો હતો, જેમાં તે એન્જિનિયર સાથે ગેરવર્તુણક કરતા દેખાઈ રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે 26 જૂને ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયે ઈન્દૌર નગરનિગમના એક અધિકારી પર મકાન તોડી પાડવાને લઈને હુમલો કર્યો હતો. તેમણે બેટથી નિગમના અધિકારીને માર માર્યો હતો.
બેટથી માર મારવાના મામલામાં આકાશ વિજયવર્ગીયની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને જામીન આપી દેવામાં આવી હતી. આ મામલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. હવે ભાજપે આકાશ વિજયવર્ગીયને કારણદર્શક નોટિસ જાહેર કરી છે. ત્યારે કોંગ્રેસ તેમના કીચડબાજ ધારાસભ્ય નિતેશ રાણે સામે શું કાર્યવાહી કરે છે, તેના પર પણ નજરો મંડાયેલી છે.