Site icon hindi.revoi.in

ભાજપના MLA જેવું જ કોંગ્રેસના ધારાસભ્યનું પરાક્રમ, નીતેશ રાણેએ એન્જિનિયર પર ફેંકાવ્યું કીચડ-પુલથી બાંધ્યો!

Social Share

મુંબઈ: ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયના ધારાસભ્ય પુત્ર આકાશ વિજયવર્ગીયે જ્યારે ઈન્દૌર નગરનિગમના અધિકારીને બેટથી માર્યો, તો ઘણો હંગામો થયો હતો. હવે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રાણેના ધારાસભ્ય પુત્ર નીતેશ રાણેએ એન્જિનિયર પર કીચડ એટેક કરાવડાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય નિતેશ રાણે નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે તેમણે ગુસ્સામાં આવીને એન્જિનિયર પર કીચડ ફેંકાવડાવ્યું હતું.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય નિતેશ રાણે અને તેના ટેકેદાર એન્જિનિયર પ્રકાશ શેડેકર પર કીચડ ફેંકતા દેખાઈ રહ્યા છે. જણાવવામાં આવે છે કે નિતેશ રાણે કાંકાવલીમાં મુંબઈ-ગોવા હાઈવે પાસે એક પુલ પર ખાડામાંથી ભરેલા રાજમાર્ગનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ધારાસભ્ય અને તેમના ટેકેદારોની ગુંડાગીરી અહીં થંભી નહીં. તેના પછી નિતેશ રાણેના ટેકેદારોએ એન્જિનિયરને નદી પર બનેલા પુલથી બાંધી દીધો અને તેની સાથે ગેરવર્તન પણ કર્યું હતું.

નિતેશ રાણે મહારાષ્ટ્ર વિધાનસભામાં કાંકાવલી બેઠક પરથી ધારાસભ્ય છે. 2014ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ 25 હજારથી વધારે વોટોથી ચૂંટણી જીત્યા હતા. તેના સિવાય તે સ્વાભિમાન સંગઠન નામથી એક બિનસરકારી સંગઠન પણ ચલાવે છે. તેમણે યુકેથી એમબીએનો અભ્યાસ કર્યો છે. ભારત આવ્યા બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

નિતેશના પિતા નારાયણ રાણે મહારાષ્ટ્રના મોટા રાજનેતા છે. 1999માં તેઓ રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતા. તેમને શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેના નિકટવર્તી માનવામાં આવતા હતા. પરંતુ 2005માં અણબનાવ બાદ નારાયણ રાણેએ શિવસેના છોડી દીધી હતી અને કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. નિતેશ રાણેનું સ્વાભિમાન સંગઠન મહારાષ્ટ્ર અને મુંબઈમાં યુવાનોને બેરોજગારી, આરોગ્ય સેવાઓ અને મૂળભૂત જરૂરિયાતોના મુદ્દાને ઉઠાવી રહ્યું છે. નિતેશ રાણે મુંબઈ યૂથ કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચુક્યા છે.

Exit mobile version