Site icon hindi.revoi.in

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : ભાજપે 125 ઉમેદવારો જાહેર કર્યા, 124 બેઠકો પર લડશે શિવસેના

Social Share

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ-શિવસેનાની વચ્ચે ગઠબંધન પર સંમતિ બની ગઈ છે. મહારાષ્ટ્રમાં ભાજપે 125 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તો શિવસેના 124 બેઠકો પર ચૂંટણી લડશે.  યાદી પ્રમાણે, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ નાગપુર દક્ષિણ-પશ્ચિમથી, મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટિલ કોથરુડથી અને પંકજા મુંડે પરલીથી ચૂંટણી લડશે.

2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના અલગ-અલગ ચૂંટણી લડયા હતા. તે સમયે ભાજપ 122 બેઠકો જીતવામાં સફળ રહી હતી, જ્યારે શિવસેનાને 63 બેઠકો મળી હતી. 2014ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 42 અને એનસીપીને 41 બેઠકો પ્રાપ્ત થઈ હતી.

ચૂંટણીની મહત્વપૂર્ણ તારીખ

ચૂંટણીની ઘોષણા- 21 સપ્ટેમ્બર

નોટિફિકેશનની તારીખ- 27 સપ્ટેમ્બર

નામાંકનની આખરી તારીખ- 4 ઓક્ટોબર

સ્ક્રૂટનીની તારીખ- 5 ઓક્ટોબર

નામાંકન વાપસીની તારીખ- 7 ઓક્ટોબર

ચૂંટણી પ્રચારનો આખરી દિવસ- 19 ઓક્ટોબર

ચૂંટણીની તારીખ- 21 ઓક્ટોબર

મતગણતરી – 24 ઓક્ટોબર

Exit mobile version