Site icon hindi.revoi.in

બાબરી મસ્જીદ કેસના પક્ષકાર અંસારીના ઘરે મહંત પરમહંસ દાસઃ હનુંમાન ચાલીસા અને કુર્આનનું પઠન

Social Share

બાબરી મસ્જિદના પક્ષકાર  ઇકબાલ  અંસારીના ઘરે તપસ્વી છાવણીના  મહંત પરમહંસ દાસે હનુમાન ચાલીસાનું  પઠન કર્યું હતું એટલું જ નહી  પરંતુ ઈકબાલ અંસારીએ પણ સુમેળનો સંદેશ આપતા પવિત્ર કુરાન પાકનું  વાચંન કર્યું હતું ,આ દરમિયાન અન્સારીએ કહ્યું કે જો હિન્દુ-મુસ્લિમ સમુદાય એક સાથે રહેશે તો દેશ આગળ વધશે. બાબરી કેસના વહેલા તકે સમાધાન માટે પક્ષના ઉમેદવાર અંસારીએ જણાવ્યું હતું કે છેલ્લા 70 વર્ષથી આ કેસ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટે હાજર પુરાવા અને પુરાવાના આધારે ચુકાદો આપ્યો. અમે કોર્ટના નિર્ણય અંગે પણ વિચારણા કરીશું અને કેસને લગતી અલગ પેનલના નિર્ણયોની અવગણના કરીશું નહીં.

હનુંમાન ચાલીસાનું પઠન કર્યા પછી તેમણે કહ્યું કે ઈસ્લામ એક એવો ધર્મ છે કે જે દરેક ધર્મનું સન્માન કરે છે ,  સમાજ બધઆજ ધર્મથી મળી ને ચાલી રહ્યો છે પછી તે કુર્આન હોય કે પછી રામાયણ, દરેક સમાજથી પ્રેમ છે એટલે હું ઈચ્છું છું કે હિન્દૂં-મુસલમાન હળીમળીને પ્રેમભાવથી સાથે રહે,બન્ને ઘર્મથી જોડાયેલા લોકોની માત્ર  ભાષા અલગ અલગ છે અને તફાવત માત્ર એટલો છે કે સંકટના સમયમાં હિન્દુંઓ ભગવાનને યાદ કરે છે અને મુસ્લિમો અલ્લાહને યાદ કરે છે

આવનારી 2જી ઓગસ્ટમાં અયોધ્યા મામલામાં સુપ્રિમ કોર્ટની સુનાવણી છે  કેસને સરળ બનાવવા માટે સરકારે આ વ્રષના માર્ચ મહિનામાં મધ્યવર્તી પેનલની રચના કરવામાં આવી હતી. અદાલતનું માનવું છે કે આ મામલાને વિવિધ પક્ષો વચ્ચેની ક્રિયાપ્ર તિક્રિયાથી સરળતાથી ઉકેલી શકાય છે. કોર્ટે આ મામલે મધ્યસ્થી પ્રક્રિયાની માંગ કરી છે અને તેના તર્ક વિચાર પર સુનાવણીના આગલા દિવસ પહેલા એટલે કે  1લી ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ રજુ કરાવવા કહ્યું છે.

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પાંચ સભ્યોની બંધારણીય બેંચે કહ્યું છે કે આર્બિટ્રેશન કમિટીએ દાખલ કરેલા અહેવાલ પર વિચાર કર્યા પછી તેઓ આ મામલે સુનાવણી કરવાની જરૂર છે કે નહીં તે અંગે 2 ઓગસ્ટે નિર્ણય કરશે. કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એફએમઆઈ કલીફુલ્લાની અધ્યક્ષતાવાળી સમિતિના અહેવાલ પર વિચારણા કરતી વખતે ખંડપીઠે કહ્યું હતું કે તેના અગાઉના આદેશ મુજબ અહેવાલો ગુપ્ત જ રાખવામાં આવશે.

Exit mobile version