Site icon Revoi.in

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં 4605 મહિલાઓના ગર્ભાશય કાઢવામાં આવ્યા, સરકારે આપ્યા તપાસના આદેશ

Social Share

બીડ: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ગત ત્રણ વર્ષમાં 605 મહિલાઓના ગર્ભાશય કાઢવામાં આવ્યા છે. આરોગ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે વિધાન પરિષદમાં આની જાણકારી આપી છે. શિંદેએ કહ્યુ છે કે આરોગ્ય મંત્રાલયના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રચવામાં આવેલી એક સમિતિ ગર્ભાશય કાઢવાના મામલાની તપાસ કરશે.

શિવસેનાના ધારાસભ્ય નીલમ ગોર્હેએ વિધાન પરિષદમાં આ મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે બીડ જિલ્લામાં શેરડીના ખેતરોમાં કામ કરનારી મહિલાઓના ગર્ભાશય કાઢવામાં આવ્યા, જેથી માસિકને કારણે તેઓ કામમાં ઢીલાશ દાખવે નહીં.

શિંદેએ ગૃહને જણાવ્યુ છે કે જિલ્લામાં સામાન્ય ડિલિવરીની સંખ્યા સિજેરિયનની સંખ્યાથી ઘણી વધારે છે. બીડ જિલ્લાના સિવિલ સર્જનની અધ્યક્ષતામાં રચવામાં આવેલી સમિતિએ તારવ્યું છે કે આવા ઓપરેશન 2016-17થી 2018-19 દરમિયાન 99 ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે. તેમણે ક્હ્યુ છેકે જે મહિલાઓના ગર્ભાશય કાઢવામાં આવ્યા, તેમાથી ઘણી શેરડીના ખેતરોમાં કામ કરનારી મજૂર છે.

મુખ્ય  સચિવની આગેવાનીવાળી સમિતિમાં ત્રણ ગાઈનેકોલોજિસ્ટ અને કેટલીક મહિલા ધારાસભ્ય સામેલ હશે. સમિતિ બે માસમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. રાજ્ય સરકારે તમામ ડોક્ટરોને આદેશ આપ્યો છે કે તેઓ બિનજરૂરી રીતે ગર્ભાશય કાઢે નહીં. રાષ્ટ્રીય મહિલા પંચે એપ્રિલમાં આ મામલાના સામે આવ્યા બાદ રાજ્યના મુખ્ય સચિવને નોટિસ જાહેર કરી હતી.