ગુજરાતમાં નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર બંધમાં પાણીના વધતા સ્તરને કારણે મધ્યપ્રદેશના 10 હજારની વસ્તી ધરાવતા નિસરપુર કસબાના ડૂબવાનો ખતરો ઝળુંબવા લાગ્યો છે. મધ્યપ્રદેશમાં નર્મદા નદીની નજીકના વૃક્ષો અને મકાનો ડૂબવા લાગ્યા છે.
ધાર જિલ્લામાં 10 હજારની વસ્તીવાળા નિસરપુર ગામમાં પાણી ઝડપથી વધી રહ્યું છે, તેના કારણે લોકો પલાયન કરવા માટે લાચાર છે. અત્યાર સુધીમાં સેંકડો લોકો અહીંથી પલાયન કરી ચુક્યા છે.
મીડિયા અહેવાલ પ્રમાણે, મધ્યપ્રદેશ સરકારે નર્મદા ઘાટી વિકાસ પ્રાધિકરણ (એનવીડીએ)ના એક અધિકારીએ જણાવ્યુ છે કે નર્મદા તટથી લગભગ ચાર કિલોમીટર દૂર આવેલા નિસરપુરમાં સરદાર સરોવર બંધનું બેકવોટર રવિવારે 133 મીટરના સ્તરને પાર કરી ગયું, જે ખતરના નિશાના મુકાબલે લગભગ 6.5 મીટર વધારે છે.
મોનસૂનના ભારે વરસાદને કારણે રાજ્યમાં નર્મદા અને તેની સહાયક નદીઓ પર બનેલા બંધથી સતત પાણી છોડાઈ રહ્યા છે. તેનાથી નિસરપુરમાં બેકવોટરના સ્તર વધવાની ગતિ વધી ગઈ છે.
મીડિયા અહેવાલમાં પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને દાવો કરાયો છે કે નિસરપુરમાં મુખ્ય બજાર, મંદિર, મસ્જિદ, સ્મશાન વગેરે ડૂબી ચુક્યા છે. ડૂબવાને કારણે પોતાના દ્વિચક્રી વાહનના શોરૂમને ખાલી કરી ચુકેલા યુવાન કારોબારી યશ પાટીદારે ભાવુક લહેજામાં કહ્યુ છે કે જે સ્થાનો પર હું મારા મિત્રો સાથે રમીને મોટો થયો, તે સતત ડૂબી રહ્યા છે.