ભોપાલ: મધ્યપ્રદેશના મંદસૌરમાં એક લગ્ન સમારંભમાં કેટલાક લોકોએ એક યુવનકી પહેલા પિટાઈ કરી અને પછી તેને ત્યાં રહેલા લોકોએ જોડાં પર નાક રગડવા માટે મજબૂર કર્યો હતો. આ ઘટના બાદથી પીડિત યુવક લાપતા છે. યુવકની પિટાઈ દરમિયાન તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. હવે પોલીસ આ વીડિયોના આધારે આરોપીની શોધખોળ કરી રહી છે.
પોલીસ પ્રમાણે, મંદસૌરમાં એક લગ્ન સમારંભ દરમિયાન બે લોકોમાં કોઈ વાત પર બોલાચાલી થઈ હતી. તેના પછી કેટલાક લોકોએ એ વ્યક્તિને માર માર્યો અને પોતાના જોડા પર નાક રગડાવ્યું તું. સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી દિલીપસિંહ બિલવાલે કહ્યુ હતુ કે આ ઘટનાનો વીડિયો પોલીસ પાસે છે. આરોપીઓની શોધખોળ થઈ રહી છે. આ મામલાની તપાસ માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં તાજેતરમાં ભીડ દ્વારા કેટલાક લોકોને માર મારની ઘટનાના કેટલાક મામલા સામે આવ્યા છે. એક માસ પહેલા સિવનીમાં ગૌમાંસ લઈ જવા શકમાં ગોરક્ષકો દ્વારા એક મુસ્લિમ મહિલા સહીત ત્રણ લોકોને માર મારવામાં આવ્યો હતો. આ મામલામાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કમલનાથની સરકારના કાર્યકાળમાં પુરોગામી ભાજપની સરકાર કરતા પણ વધારે ભીડ દ્વારા હુમલાના મામલાનું પ્રમાણ વધ્યું હોવાનું પણ ટીકાકારો કહી રહ્યા છે.