Site icon Revoi.in

Lung Cancer Day: આ વસ્તુનું સેવન કરવાથી ફેફસાના કેન્સરનું જોખમ ઘટશે

Social Share

લોકોને ફેફસાના કેન્સર પ્રત્યે જાગૃત કરવા માટે ‘વર્લ્ડ લંગ કેન્સર ડે’ દર વર્ષે 1 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. કેન્સરને કારણે દર વર્ષે સમગ્ર વિશ્વમાં લાખો મૃત્યુ થાય છે. WHO અહેવાલ મુજબ, વર્ષ 2018 માં વિશ્વભરમાં કેન્સરને કારણે લગભગ 96 લાખ લોકોના મોત નીપજ્યા હતા, જેમાંથી ફેફસાના કેન્સરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 17 લાખને પાર હતી. ડોકટરોનું કહેવું છે કે આહારમાં વધારે પ્રમાણમાં ફાઈબર ખાવાથી ફેફસાના કેન્સરનું જોખમ ઓછું થઈ શકે છે.

મકાઈ

વરસાદની ઋતુમાં મકાઈ વધારે પ્રમાણમાં ખાવામાં આવે છે. તેમાં કોલેસ્ટરોલ ફાઈબરનું પ્રમાણ હોય છે જે હૃદય અને ફેફસાના દર્દીઓ માટે ખૂબ જ સારો છે

બદામ

બદામમાં ઘણા વિટામિન અને મિનરલ મળી આવે છે. તે વિટામિન ઇ, ઝીંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઓમેગા 3 ફેટી એસિડનો ઉત્તમ સ્રોત છે. આ બધા પોષક તત્વોનો સંપૂર્ણ લાભ મેળવવા માટે ઘણા લોકો તેમને પલાળ્યા પછી ખાય છે.

ઓટ્સ

ઓટ્સ કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનનો સારો સ્રોત માનવામાં આવે છે. સવારના નાસ્તામાં ઓટનું સેવન કરવાથી અનેક બીમારીઓ દુર થાય છે.

ચણા

ચણા અથવા ચણાની દાળ લોકો મોટે ભાગે ખાવાનું ટાળે છે, કારણ કે કેટલાક લોકોને પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા હોય છે, કેટલાક લોકોને તેનો સ્વાદ ગમતો નથી. પરંતુ શું તમે જાણો છો કે આ કઠોળ એ ઘણા રોગોનો ઉપચાર છે. આની મદદથી શરીરમાં આયર્ન અને કોલેસ્ટરોલની સમસ્યાને દૂર કરી શકાય છે.

_Devanshi