Site icon hindi.revoi.in

અભિષેક બચ્ચન, રાજકુમાર રાવ, આદિત્ય રોય કપૂર અને પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ ‘લુડો’ નું ટ્રેલર રિલીઝ

Social Share

અમદાવાદ: અભિષેક બચ્ચન,રાજકુમાર રાવ, આદિત્ય રોય કપૂર અને પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ ‘લુડો’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દિવાળી નિમિત્તે આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ સ્ટાર્સ સિવાય તેમાં સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ, રોહિત સરાફ અને આશા નેગી પણ જોવા મળશે. અનુરાગ બાસુએ આ ફિલ્મને ડાયરેકટ કરી છે.

ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે, અભિષેક બચ્ચન કિડનેપર છે. જેમણે પહેલીવાર એક બાળકીનું અપહરણ કર્યું છે. રાજકુમાર રાવ વેઈટર છે. તેણે તેની એક્સ ગર્લફ્રેન્ડના પતિને જેલમાંથી મુક્ત કરવાનો છે. આદિત્ય રોય કપૂરના જીવનમાં એક અલગ વાર્તા ચાલી રહી છે. પંકજ ત્રિપાઠીએ સૌથી વધુ ધ્યાન આકર્ષિત કર્યું છે.

બાસુની અગાઉની ફિલ્મ જગ્ગા જાસુસ હતી,જે વર્ષ 2017 માં રીલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રણબીર કપૂર અને કેટરિના કૈફ હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી.

_Devanshi

Exit mobile version