Site icon Revoi.in

ભગવાન શિવને પસંદ છે આ પાંદડાઓ, આ પાંદડાઓ શિવને અર્પણ કરવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

Social Share

અમદાવાદ: આજે શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે. શ્રાવણ મહિનાનું ઘણું મહત્વ હોય છે કારણ કે તેમાં વ્રત રાખનારા લોકોનાં બધાં દુ:ખ દૂર થાય છે. આ દિવસોમાં લોકો મંદિરમાં જાય છે અને શિવલિંગ ઉપર દૂધ, પાણી અને ફૂલો સહિત બીલીપત્ર, ઘતુરા અને આંકડાના પાંદડા ચડાવવામાં આવે છે, જે ભગવાન શિવને ખૂબ પ્રિય છે. આ પાંદડાઓ માત્ર પૂજા માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ આ પાંદડા વિશે…..

બિલીપત્ર

બીલીપત્રનું પાન શિવને અર્પણ કરવામાં આવતું હોય છે, તે ફક્ત પૂજા પુરતું માર્યાદિત નથી.પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. બીલીપત્રમાં પ્રોટીન, બીટા કેરોટિન, થાઇમિન, કેલ્શિયમ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે, જે હૃદયને સંપૂર્ણ સુરક્ષા આપવામાં મદદગાર છે. બિલીપત્રનો ઉકાળો પીવાથી હૃદયને લગતા જોખમોથી રાહત મળે છે અને હૃદય મજબૂત બને છે. તે શ્વાસના દર્દીઓ માટે પણ અમૃત સમાન છે.

ધતુરો

શિવજીને ધતૂરો અર્પિત કરનારા લોકોને શિવજી ધન-ધાન્ય પ્રદાન કરે છે. ધતુરાનું ફળ અને પાન દવાનું કામ કરે છે અને તે આર્થરાઇટિસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. જો તમને દુખાવો થાય છે, તો ધતુરાની પંચાંગ રસ કાઢો અને તેને તલના તેલમાં રાંધો. ત્યારબાદ દુખાવાની જગ્યાએ મસાજ કરો અને તેની સાથે ધતુરાનાં પાન બાંધી દો. આનાથી સંધિવાની સમસ્યા હલ થશે.

આંકડો

એવું કહેવામાં આવે છે કે, ભક્તો ભગવાન શિવને આંકડાના ફૂલ અર્પણ કરે છે, ભગવાન શિવ તેમની તમામ માનસિક અને શારીરિક વેદનાઓને દૂર કરે છે. આંકડાના પાંદડા ઔષધીય ગુણોથી ભરપુર છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેના ફૂલો અને પાંદડાઓનો ઉપયોગ અસ્થમા, ડાયાબિટીઝ, દાદ-ખંજવાળ અને એલર્જી જેવા ઘણા રોગોને દૂર કરવામાં મદદ કરે છે.

(Devanshi)