1. Home
  2. revoinews
  3. કોરોનાને પગલે વડોદરા અને ભાવનગરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા નહીં યોજાય
કોરોનાને પગલે વડોદરા અને ભાવનગરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા નહીં યોજાય

કોરોનાને પગલે વડોદરા અને ભાવનગરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા નહીં યોજાય

0
  • અમદાવાદની રથયાત્રા મુદ્દે હાઈકોર્ટમાં અરજી
  • અમદાવાદ બાદ સૌથી મોટી રથયાત્રા ભાવનગરમાં નીકળે છે

અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે સુપ્રીમ કોર્ટે સુપ્રસિધ્ધ જગન્નાથ પુરીની રથયાત્રા નહીં યોજવા માટે ઓરિસ્સા સરકારને નિર્દેશ કર્યો છે. બીજી તરફ અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી રથયાત્રા પણ રદ રાખવાની માંગણી સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ છે. દરમિયાન વડોદરા અને ભાવનગરમાં યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

વડોદરામાં ઈસ્કોન મંદિર દ્વારા દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. એટલું જ નહીં રથયાત્રામાં ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ત્યારે આ વર્ષે કોરોના મહામારીને પગલે મંદિર સંચાલકો દ્વારા રથયાત્રા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. છેલ્લા 38 વર્ષથી વડોદરામાં નીકળતા ભગવાનની પરંપરાગત રથયાત્રાનું આ વર્ષે આયોજન કરવામાં નહીં આવે. આવી જ રીતે ભાવનગરમાં પણ ઐતિહાસિક રથયાત્રાનું આયોજન પણ નહી થાય તેવો રથયાત્રા સમિતી દ્વારા લેવાયો છે. ભાવનગરની રથયાત્રા અમદાવાદ રથયાત્રા પછી બીજી સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે. જો કે આ વખતે ભાવનગર સમિતી દ્વારા પણ રથયાત્રાનું આયોજન નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.