Site icon Revoi.in

23મીએ ભારતમાં ચૂંટણી પરિણામ પહેલા પાકિસ્તાનમાં બેચેની, નરેન્દ્ર મોદી ફરીથી પીએમ બનશે તો…!

Social Share

23મી મેએ મતગણતરી બાદ લોકસભાના પરિણામોની રાહ ભારતના લોકો તો કાગડોળે જોઈ જ રહ્યા છે. પરંતુ ભારત જેવી જ ઉત્સુકતા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં લોકોમાં બે પ્રકારની આશાઓ છે. એક આશા એવી છે કે ભાજપ અને નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં હાર મળે, જેથી આતંકવાદ પર પાકિસ્તાનને જેવા સાથે તેવાની ભાષામાં જવાબ આપનાર વડાપ્રધાન ભારતમાં ફરીથી સત્તામાં આવે નહીં. આવા પ્રકારની આશા પાકિસ્તાનમાં મોટાભાગના લોકો રાખી રહ્યા છે. જ્યારે થોડાક પાકિસ્તાનીઓ એવી પણ આશા રાખી રહ્યા છે કે જો મોદી ફરીથી સત્તામાં આવે, તો શક્ય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઘટે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાના વડાપ્રધા ઈમરાનખાને ભારતમાં ચૂંટણી પ્રક્રિયા દમરિયાન કહ્યુ તુ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરથી સત્તામાં આવશે, તો બંને દશો વચ્ચે શાંતિ માટેની વાટાઘાટોનો અવકાશ રહેશે.

જો કે બીજી ધારણા પાકિસ્તાનની અંદરની હતાશા સાથે જોડાયેલી છે. ભારતમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે માનવામાં આવતું હતું કે નરેન્દ્ર મોદીની ફરીથી તાજપોશી થવાની નથી. આવી ધારણા મીડિયાના વિભિન્ન માધ્યમોથી પાકિસ્તાન સુધી પહોંચતી હતી. પરંતુ ચૂંટણીએ ગતિ પકડી અને ખાસ કરીને વિશેષ કરીને બાલાકોટ એરસ્ટ્રાઈક અને વિંગ કમાન્ડર અભિનંદનની વાપસી બાદ માહોલ બદલાયો હતો. પાકિસ્તાનના સત્તા કેન્દ્રોને આનો અહેસાસ થવા લાગ્યો કે 23મી મેએ ભાજપ ફરીથી દિલ્હીની ગાદી પર સત્તારુઢ થઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણીની ચર્ચાઓ ભારત અને પાકિસ્તાનમાં મોદીની આસપાસ જ મર્યાદીત થઈ ચુકી છે. એક જ સવાલ ચર્ચામાં છે કે મોદી સરકાર આવશે કે જશે? જો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાન પૂર્વગ્રહ ભરેલી નજરોથી જોઈ રહ્યું છે. માટે તેમની સત્તાવાપસી પાકિસ્તાનની રાષ્ટ્રીય ચિંતા બની રહેવાની છે.

મોદીનું પાકિસ્તાનની ચિંતા બનવું ભારતના વડાપ્રધાનોના પરંપરાગત વલણ કરતા પાડોશી દેશને લઈને તેમના દ્વારા અલગ વલણ અખત્યાર કરવું છે. કાબુલથી વાયા લાહોર થઈને નવી દિલ્હી આવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુલવામા એટેક બાદ બાલાકોટ સહીતના ત્રણ સ્થાનો પર એરસ્ટ્રાઈક કરીને સાબિત કરી ચુક્યા છે કે તેમના વિશે કોઈપણ ચોક્કસાઈપૂર્વકનું અનુમાન કરવું શક્ય નથી. મોટાભાગે આતંકવાદીઓ દ્વારા ભારતમાં પ્રોક્સિવોર કરી રહેલા પાકિસ્તાનને સરહદ પાર નુકસાન કરવાની ભીતિ પેદા કરવાની રણનીતિ મોદી સિવાયના ભારતના કોઈ વડાપ્રધાને છેલ્લા ત્રણ દાયકામાં અખત્યાર કરી ન હતી. પરંતુ ઉરી એટેક બાદ સર્જિકલ સ્ટ્રાઈક અને પુલવામા એટેક બાદ એરસ્ટ્રાઈક પાકિસ્તાન માટે ભારત સાથેના સંબંધોને તોળવાનું સ્ટ્રેટજીક ફ્રેમવર્ક તૂટી ગયું હતું. પાકિસ્તાનમાં મચેલા ખળભળાટનું કારણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના વલણ પણ છે. પાકિસ્તાનના સીધા કે આડકતરા યુદ્ધનો આક્રમક જવાબ આપવાના તેવર એનએસએ અજીત ડોભાલના કડક વણલ થકી જ જોવા મળ્યા હોવાનું પાડોશી દેશમાં માનવામાં આવે છે.

મોદીની ફરીથી તાજપોશીનો નિર્ણય તો ભારતના લોકો 23 મેએ ફરમાવાના છે. પરંતુ મોદી દિલ્હીની ગાદી પર ફરીથી  આવશે, તો તેઓ દેશના હિતો સાથે સમજૂતી કરીને પાકિસ્તાન સાથે સંબંધો નહીં બાંધવાની રણનીતિને વધુ આક્રમકતાથી આગળ વધારે તેવી શક્યતાઓ છે. ભારત મોદીના નેતૃત્વમાં પોતાની અખંડિતતા માટે ખતરારૂપ કોઈ સમજૂતી નહીં કરે તેવું પણ પાકિસ્તાનને નિશ્ચિતપણે દેખાઈ રહ્યું છે. કાશ્મીર મામલે પાકિસ્તાન સમજૂતીની આશા લગાવીને બેઠું છે. પરંતુ પોતાની આશા સંદર્ભે પાકિસ્તાન ખુદ અસ્પષ્ટ છે. ઈમરાનખાને એમ પણ કહ્યુ હતુ કે કોઈ પ્રકારની કોઈ સમજૂતી થઈ શકે છે. જો કે આ સમજૂતીની રૂપરેખાથી ઈમરાનખાન વાકેફ નહીં હોવાનું તેમની ટીપ્પણીથી દેખાઈ રહ્યુ છે. એટલે કે કાશ્મીરને લઈને પાકિસ્તાન પોતાની પરંપરાગત નીતિથી પાછળ હટી રહ્યું છે કે શું? તેના સંદર્ભે 23 મેએ પરિણામો આવ્યા બાદ વધુ સ્પષ્ટતા થવાની સંભાવના છે.

પાકિસ્તાન મોદીને હરાવવા માટે ઉત્સાહિત છે. તેના માટેનું એક કારણ એ છે કે પાકિસ્તાન બિનભાજપી પક્ષો સથે કોઈ સમજૂતી ભલે કરાવી શકે નહીં, પણ એવું તો સુનિશ્ચિત કરાવી જ શકે છે કે તેની સામે કોઈ આકરા પગલા ઉઠાવવામાં આવે નહીં. બિનભાજપી વિપક્ષી દળોના ઘણાં નેતાઓ પાકિસ્તાન સાથે સારા અને મધુર સંબંધોની તરફદારી કરી રહ્યા છે. આમ પાકિસ્તાન બિનભાજપી વિપક્ષી દળોના ભારતમાં સત્તામાં આવવાને પોતાના કાશ્મીર એજન્ડા માટે એક તકની જેમ જોઈ રહ્યું છે.

હાલ આર્થિક સંકટોમાં ઘેરાયેલું પાકિસ્તાન ઈચ્છતું નથી કે ભારતની સથે કોઈ તણાવ વધે. ભારતે આતંકી ઘટનાઓ બાદ પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો છે. ભારતમાં નિકાસ કરાતી વસ્તુઓમાંથી થતી કમાણી પણ પાકિસ્તાનને હવે થઈ રહી નથી. ભારતમાંથી આયાત કરાતી વસ્તુઓનો પણ પાકિસ્તાન પાસે હાલ વિકલ્પ નથી, કારણ કે અન્ય દેશો પાસેથી તેની ખરીદી મોંઘી પડવાની છે.

તેથી પાકિસ્તાનને મોદી સત્તામાં આવે નહીં અને ભાજપ ચૂંટણી હારે તેવી આશા લગાવી રહ્યું છે. ભારતમાં આતંકવાદ ફેલાવવાની ત્રણ દાયકા જૂની આઝાદી ચાલુ રાખવા માટે પાકિસ્તાન ભારતમાં એવી સરકાર સત્તામાં આવે તેવું ઈચ્છી રહી છે કે જે ભારતના લોકોમાં અમનની આશા જગાવીની પાકિસ્તાન સાથે નરમ વલણ જ અખત્યાર કરે. પણ જો 23મીએ નરેન્દ્ર મોદી સત્તામાં આવી ગયા, તો પાકિસ્તાન માટે ઉભી થનારી મુશ્કેલીઓને જોઈને ઈસ્લામાબાદમાં આતંકીઓના આકા બનીને બેઠેલી પાકિસ્તાનની સરકાર અને સૈન્ય પ્રતિષ્ઠાનને કંપારી છૂટી રહી છે.